Final Up to date:
એકતા કપૂરનો લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. તો જાણો એકતા કપૂર સાથે એવું તો શું બન્યું હતું કે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
એકતા કપૂર એની ટીવી સિરિયલથી લાખો લોકોને રોવડાવી દે છે ત્યારે આ વાત જાણીને તમને પણ નવાઈ લાગશે. શું તમે જાણો છો ડેલી સોપની ક્વીન એકતા કપૂર પણ ક્યારે રડી હતી? એકતા કપૂરે લેટેસ્ટમાં એક પોસ્ટ શેર કરીને એક રસપ્રદ કિસ્સો જણાવ્યો છે. એકતા કપૂર જણાવે છે કે નરેશન દરમિયાન ત્રણ વાર રડી હતી. એકતા કપૂરનાં પ્રોડક્શનમાં બનેલી વર્ષ 2018 ની ફિલ્મ લૈલા મજનૂનાં એક ખાસ નરેશન દરમિયાન એકતા એટલી રડી હતી કે ડાયરેક્ટર સાજિદ અલીએ પોતે નરેશન રોકવાની વાત કરી હતી. એકતાએ પોતે આ વિશે વાત કરી છે. ફિલ્મનાં એ સીનનો વીડિયો શેર કરીને રડવાનું કારણ જણાવ્યું છે.
આ સીન પર રડી હતી એકતા કપૂર
એકતાએ અવિનાશ તિવારી અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ લૈલા મજનૂનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા એકતા કપૂરે લખ્યું છે કે તો નરેશનમાં માત્ર ત્રણ વાર એવું થયું હતું જેમાં હું રડી હતી. પહેલીવાર ક્યોંકિનાં પહેલાં એપિસોડમાં ત્યારે રડી હતી જ્યારે મિહિરને બાનો જન્મદિવસ યાદ આવે છે. બીજીવાર ડર્ટી પિક્ચર્સનાં નરેશનમાં જ્યારે સિલ્કનું મોત થાય છે અને ત્રીજી વાર આ સીન લૈલા મજનૂમાં. એકતા જણાવે છે કે મારે નરેશન રોકવું પડ્યું હતું કારણકે હું બહુ રડી હતી. સાજિદ અલી આ વાતથી હેરાન થઈ ગયા હતા. મને આગળ વધતા 5 મિનિટનો સમય લાગ્યો હતો.
ઇમોશનલ કરી દે ફિલ્મનો આ સીન
આગળ એકતા કપૂર લખે છે કે, આ સીન આજે પણ એટલો જ શાનદાર છે જેટલો ત્યારે મેં પહેલીવાર સાંભળ્યો હતો. તમે તમારા પ્રેમને જોવા માટે એ પળની એટલી કલ્પના કરો છો કે જ્યારે તમે એ શખ્સને જુઓ છો અને બેહોશ થઈ જાઓ છો. આ સાથે લૈલાએ લાખો વાર કહ્યું છે કે એ પ્રેમ કરતી હતી. એને કંઈ ખોટું બોલવાની જરૂર નથી. એને અહેસાસ થાય છે કે એની આત્મા પણ એટલી જ યાદ કરી હતી જેટલી આપણી. એકતાની આ પોસ્ટ પર અનેક સેલિબ્રિટીએ રિએક્શન આપ્યાં છે. આમ, તમને જણાવી દઈએ કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
Mumbai,Maharashtra
Feb 10, 2026 10:07 AM IST

