Iran-US Ceasefire Information : પશ્ચિમ એશિયામાં એક મહિના સુધી ચાલેલા સંઘર્ષને સમાપ્ત કરવાના હેતુથી બે અઠવાડિયાના યુદ્ધવિરામ છતાં લેબનોનમાં ઇઝરાયેના હુમલા ચાલુ છે. આ દરમિયાન ભારત સરકારે લેબેનોનમાં નાગરિકોના મોતની વધતી સંખ્યા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સાથે એ બાબત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે નાગરિકોની સલામતી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
વિદેશ મંત્રાલયે પરિસ્થિતિને અત્યંત ચિંતાજનક ગણાવી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પરિસ્થિતિને અત્યંત ચિંતાજનક ગણાવી હતી અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતની લાંબા સમયથી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે એવી પણ માહિતી આપી હતી કે હાલમાં લગભગ 1,000 ભારતીય નાગરિકો લેબેનોનમાં રહે છે. જયસ્વાલે કહ્યું કે લેબેનોનમાં મોટી સંખ્યામાં નાગરિકોની જાનહાનિના અહેવાલોથી ભારત ખૂબ ચિંતિત છે.
ભારતીય નાગરિકોની સુરક્ષા માટે અમારા સ્થાનિક મિશન સતત સંપર્કમાં છે
રણધીર જયસ્વાલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું અને દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રના અંતરિમ ફોર્સ પર થયેલા હુમલાને પરેશાન કરનારા સમાચાર ગણાવતા પ્રવક્તાએ કહ્યું કે યુએનના આ સૈનિકો દેશમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે લેબનાનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે અમારા સ્થાનિક મિશન સતત સંપર્કમાં છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીનાં નિર્દેશો મુજબ આપણા મંત્રીઓ ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા ખાડીનાં દેશોની મુલાકાત લઈ રહ્યાં છે. વિદેશ મંત્રી હાલમાં મોરેશિયસની મુલાકાતે છે. જ્યાંથી તેઓ 11 અને 12 એપ્રિલ, 2026 ના રોજ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) જશે. તેઓ ભારત-યુએઈ સંબંધોને વધુ મજબૂત કરવા માટે UAE નેતાઓ સાથે ચર્ચા કરશે.
હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી રશિયાને થયો મોટો ફાયદો
તેમણે કહ્યું કે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાની સાથે-સાથે આપણા પડોશી દેશોને તેમની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે તેમની વિનંતી મુજબ પણ મદદ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે આપણે બે અઠવાડિયા પહેલા શ્રીલંકાને 38 મેટ્રિક ટન પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કર્યા હતા. અમે ઓઇલ અને ગેસના પુરવઠા માટે સરકારી કરારને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છીએ, જે મોરેશિયસની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
પેટ્રોલિયમ મંત્રી હાલ કતારમાં
તેમણે કહ્યું કે આપણા પેટ્રોલિયમ મંત્રી 9 અને 10 એપ્રિલના રોજ કતારની મુલાકાતે છે. તેઓ હાલમાં કતારમાં છે. કતાર ભારતના ઊર્જાનો મહત્વપૂર્ણ સપ્લાયર છે. કતારના ઉર્જા પ્રધાને વિશ્વસનીય ઊર્જા સપ્લાયર રહેવાની કતારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી અને ભવિષ્યમાં આ દિશામાં કામ કરવા માટે આતુર છે.
