સૂર્યકુમાર યાદવે CNBC-TV18 ના મંચ પરથી સન્માનિત થયા બાદ ટી20 વર્લ્ડ કપને લઈને અમુક વાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે અમને જાણવા મળ્યું કે આ ટૂર્નામેન્ટ ભારતમાં થશે, તો અમે બહુ ખુશ હતા, પણ તે સમયે થોડો ડર પણ હતો અને પ્રેશર પણ અનુભવાઈ રહ્યું હતું. તેમણે કહ્યું કે, જો પ્રેશર નહીં હોય, ગભરાઈશું નહીં તો રમતની મજા નહીં આવે. જેવું અમને ખબર પડી કે મેચ ભારતમાં છે, તો આખી ટીમ ખૂબ ઉત્સાહિત થઈ ગઈ. ડ્રેસિંગ રૂમમાં ખુશીનો માહોલ હતો. જોકે પ્રેશર હતું, પણ ભારતમાં રમવાને લઈને બધા ખેલાડી ખુશ હતા.

