પૂરપાટ આવેલી કાર અચાનક ડિવાઈડર પર ચડી ગઈ. કાર પહેલાં એક બોર્ડમાં અથડાઈ બાદમાં એક ઝાડ સાથે ટકરાઈ અને બાદમાં ઉંધી વળી ગઈ. ઘટના સુરતના પીપલોદ-ડુમસ રોડની છે. જ્યાં સવારે 11 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો. કારમાં એક યુવક અને મહિલા સવાર હતા. કાર પલટી જવાના કારણે બંનેને સામાન્ય ઈજા પહોંચી છે. ઉમરા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે માત્ર 3 સેકન્ડમાં જ કાર બોર્ડ અને ઝાડ સાથે અથડાઈને ઉંધી વળી જાય છે.
Source link
