ખંભાળિયા તાલુકાના સલાયા ગામે એક લગ્ન પ્રસંગમાં નહીં થવાની ઘટના બની હતી. લોકો પ્રસંગનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે જ એક આખલો ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. જૂની નગરપાલિકા પાસે આવેલા લગ્ન સ્થળ ખાતે આ ઘટના બની હતી. મહત્વનું છે કે આખલો ધસી આવતા લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા. જેમાં 8થી 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામને તાત્કાલિક સલાયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે એક ઈજાગ્રસ્તની હાલત વધુ લથડતા તેમને ખંભાળિયાની હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા.
Source link
