લગ્ન ન કર્યા તો નારાજ પ્રેમિકાએ તમામ હદો વટાવી દીધી, પ્રેમીની ડોક્ટર પત્નીને લગાવી દીધું HIVનું ઇન્જેક્શન

લગ્ન ન કર્યા તો નારાજ પ્રેમિકાએ તમામ હદો વટાવી દીધી, પ્રેમીની ડોક્ટર પત્નીને લગાવી દીધું HIVનું ઇન્જેક્શન

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

આંધ્ર પ્રદેશના કુરનૂલથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ એક ડોક્ટરને HIVનું ઇન્જેક્શન આપી દીધું. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે.

પ્રેમિકાએ તો હદ કરી નાખી
પ્રેમિકાએ તો હદ કરી નાખી

આંધ્ર પ્રદેશના કુરનૂલથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ એક ડોક્ટરને HIVનું ઇન્જેક્શન આપી દીધું. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આ અંગે એક પોલીસ અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને માહિતી આપી છે. જણાવાઈ રહ્યું છે કે, મહિલાએ જે મહિલા ડોક્ટરને એચઆઈવીનું ઇન્જેક્શન આપ્યું તે તેના પૂર્વ પ્રેમીની પત્ની છે.

આરોપીઓની ઓળખ કુરનૂલની રહેવાસી બી. બોયા વસુંધરા (34), એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નર્સ કોંગ જ્યોતિ (40) અને તેના બે દીકરાના રૂપે થઈ છે. જેની ઉંમર 20ની આસપાસ છે. મહિલાએ ત્રણ લોકો સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. પોલીસે જણાવ્યું કે, તેઓને 24 જાન્યુઆરીએ ઝડપી લેવામાં આવ્યાં છે.

પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ એક સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસેથી HIV સંક્રમિત લોહીના સેમ્પલ લીધા હતા. જ્યારે સંક્રમિત લોકોના સેમ્પલને લઈને કારણ પૂછવામાં આવ્યું તો, તેઓને કહેવામાં આવ્યું કે, સેમ્પલ એક રિસર્ચ માટે લેવામાં આવી રહ્યા છે.

પોલીસ અનુસાર આરોપીઓનો દાવો છે કે, તેઓએ સંક્રમિત લોહીને એક ફ્રિજરમાં સ્ટોર કરીને રાખ્યું હતું અને પછી એ જ સેમ્પલને પીડિતાને ઇન્જેક્ટ કરવામાં આવ્યું. પોલીસે જણાવ્યું કે મહિલા ડોક્ટરે તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. જેને તે સહન કરી શકી નહીં.

એવામાં તેણે બંનેને અલગ કરવા માટે ષડયંત્ર રચ્યું. પછી જાણી જોઈને માર્ગ દુર્ઘટનાનું નાટક કરીને પીડિતાની મદદ કરવાનો ઢોંગ કર્યો. ત્યાર બાદ પીડિતાને હોસ્પિટલમાં લઈ જતી વખતે HIV વાયરસનું ઇન્જેક્શન મારી દીધું.

પોલીસ અનુસાર આ ઘટના 9 જાન્યુઆરી બપોરના આશરે અઢી વાગ્યે બની હતી. જ્યારે કુરનૂલની એક પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડ્યૂટી પછી લંચ માટે સ્કૂટરથી ઘર જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે, એક મોટરસાઇકલ પર સવાર બે લોકોએ જાણી જોઈને વિનાયક ઘાટ પાસે તેના સ્કૂટરને ટક્કર મારી દીધી.

જેથી તે પડી ગઈ અને તેને ઈજા પહોંચી. ત્યાર બાદ આરોપી મદદ કરવાના બહાને તેની પાસે આવ્યાં. પોલીસે જણાવ્યું કે, તેને એક ઓટો રિક્ષામાં લઈ જતી વખતે વસુંધરાએ HIVનું ઇન્જેક્શન મારી દીધું હતું. જ્યારે પીડિતાએ ચીખો પાડવાનું શરૂ કર્યું તો, આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા.

પીડિતાના પતિ, જે પોતે પણ એક ડોક્ટર છે, તેણે 10 જાન્યુઆરીએ કુરનૂલ 3 ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યાર બાદ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 126(2), 118(1), 272ની સાથે 3(5) અંતર્ગત ફરિયાદ નોંધાવી. હાલ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *