રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નના નામે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હિંમતનગરમાં આવી જ એક લૂંટેરી દુલ્હન ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. લગ્ન ઇચ્છુક યુવકોને જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગના ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. કાંકણોલ રોડ પર રહેતું દંપતી પોતાના ઘરે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતું. આ ગેંગ લગ્ન ઇચ્છુક યુવકોને સંપર્ક કરી યુવતી સાથે લગ્ન કરાવતા અને બાદમાં 4-5 દિવસમાં બહાના બનાવી દુલ્હન ફરાર થઈ જતી હતી. તો કેટલાક કિસ્સામાં છૂટાછેડા લેવા દબાણ કરીને એ જ યુવતીના ફરી અન્ય યુવક સાથે લગ્ન કરાવી લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. હિંમતનગરના એક યુવકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા આખો મામલો સામે આવ્યો. અત્યાર સુધીમાં ચાર યુવકો પોલીસ સમક્ષ આવ્યા છે, જ્યારે હજુ કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે તેની તપાસ ચાલુ છે.
Source link
