ગાંધીનગરના ગુમ થયેલા બિલ્ડર પુત્રની લાશ મળી આવતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. થોડા દિવસ પહેલા જે પરિવારમાં શરણાઈઓ વાગી રહી હતી ત્યાં આજે માતમનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે ગત 25 જાન્યુઆરીના રોજ યુવકે કેનાલ પાસે કાર પાર્ક કરીને કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી હતી અને આખરે તાજેતરમાં કડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મહત્વનું છે કે 13 જાન્યુઆરીના રોજ યુવકના લગ્ન યોજાયા હતા અને ત્યારબાદ યુવકે આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કેસમાં પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં મૃતકે 4 લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે, જેમની સાથે પૈસાની લેતીદેતી મામલે વિવાદ થયો હતો અને ગામની વચ્ચે તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની વાત લખી છે. મહત્વનું છે કે પોલીસે ફરિયાદ અને સુસાઈડ નોટના આધારે આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
Source link
