Royal Enfield Flying Flea C6 electrical bike value and specs replace : રોયલ એનફિલ્ડની બહુપ્રતિક્ષિત પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક Flying Flea C6 હવે હકીકત બનવા જઈ રહી છે. ચેન્નાઈમાં તે કોઈપણ કવર વગર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે, જેનાથી તેના ડિઝાઈન અને ફીચર્સ વિશે મહત્વની વિગતો સામે આવી છે. અગાઉ આ ઇલેક્ટ્રિક ક્રુઝરનું પરીક્ષણ હેવી કવર સાથે કરવામાં આવી રહ્યું હતું પરંતુ તાજા સ્પાઇ શોટ્સમાં તેનું પ્રોડક્શન માટે તૈયાર ડિઝાઇન સાથે દેખાય છે.
ઇઆઇસીએમએ માં પ્રથમ અનાવરણ થયું હતું
ગયા વર્ષે ઇટાલીમાં યોજાયેલા ઇઆઇસીએમએ મોટર શોમાં રોયલ એનફિલ્ડ દ્વારા ફ્લાઇંગ ફ્લી ને રજૂ કરવામાં આવી હતી. કંપનીએ તેને તે સમયે તેના ઇલેક્ટ્રિક ભવિષ્યની ઝલક બતાવી હતી. હવે સતત રોડ ટેસ્ટિંગ પછી આ બાઇકને 2026 ના પ્રથમ ક્વાર્ટર (Q1 CY2026) માં લોન્ચ કરવામાં આવી શકે છે.
ડિઝાઇન
ફ્લાઇંગ ફ્લીની ડિઝાઇન બીજા વિશ્વયુદ્ધ યુગની રોયલ એનફિલ્ડ ફ્લાઇંગ ફ્લી મોટરસાયકલથી પ્રેરિત છે. કંપનીએ ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં પણ તેનો હેરિટેજ અભિગમ જાળવી રાખ્યો છે.
સ્પાઇ શોટ્સમાં જોવા મળતા મુખ્ય ડિઝાઇન એલિમેન્ટમાં રાઉન્ડ હેડલેમ્પ્સ, ગિર્ડર ફ્રન્ટ ફોર્ક્સ, મિનિમલ બોડી પેનલિંગ, મોટા એલોય વ્હીલ્સ, એક્સપોઝ્ડ ફ્રેમ સ્ટ્રક્ચર, રાઇટ સાઇડ બેલ્ટ ડ્રાઇવ સિસ્ટમ અને રિબ્ડ ડિઝાઇન સાથે બેટરી પેકનો સમાવેશ થાય છે.
મુખ્ય સ્ટેન્ડ પ્રથમ વખત જોવા મળ્યું
બાઇકનો ઓવરઓલ સિલહૂટ સ્લીમ અને ક્લીન છે, જે ક્લાસિક ક્રુઝર ફીલ આપે છે. રાઇડિંગ પોઝિશન સીધી અને આરામદાયક દેખાય છે. પાછળની સીટ કોમ્પેક્ટ છે અને સંભવતઃ રિમૂવેબલ હોઈ શકે છે.
સંભવિત પર્ફોમન્સ અને બેટરી ડિટેલ્સ
કંપનીએ હજુ સુધી સત્તાવાર સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા નથી પરંતું રિપોર્ટ પ્રમાણે એફએફ સી6નું પ્રદર્શન 250 સીસી-350 સીસી પેટ્રોલ બાઇકની સમકક્ષ હોઈ શકે છે. સંભવિત હાર્ડવેર સેટઅપ વિશે વાત કરીએ તો, તે મિડ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર, બેલ્ટ ડ્રાઇવ સિસ્ટમ, ફ્રન્ટ અને રીઅર ડિસ્ક બ્રેક્સ, ડ્યુઅલ-ચેનલ એબીએસ મળી શકે છે.
આ પણ વાંચો – ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ લોન્ચ, 468KM રેન્જ, નવા ફિચર્સ સાથે પહેલા કરતા સસ્તી થઇ, જાણો કિંમત
રેન્જ
અંદાજિત બેટરી ક્ષમતા: 4-5 કેડબલ્યુએચ હોઈ શકે છે, જેનાથી સંભવિત રિયલ વર્લ્ડ રેન્જ 100-150 કિમી સુધી મળી શકે છે. આ બેટરી પેક એલએફપી બેટરી હોવાની સંભાવના છે, જે આઇપી 67 રેટેડ બેટરી પેક હોઈ શકે છે. આ બેટરી પેક એક્ટિવ થર્મલ મેનેજમેન્ટ, મેગ્નેશિયમ બેટરી કેસિંગ (લાઇટ વેઇટ), સેલ-લેવલ થર્મલ મોનિટરિંગ અને એલએફપી બેટરી ટેકનોલોજીને ભારતીય હવામાન અને લાંબી ઉંમરની દ્રષ્ટિએ માટે સલામત માનવામાં આવે છે.
ફિચર્સ અને ટેકનોલોજી
ફ્લાઇંગ ફ્લી (એફએફ સી 6) માં સર્ક્યુલર ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ હોવાની અપેક્ષા છે, જે ક્લાસિક ડિઝાઇન સાથે મોર્ડન ટેકનોલોજીનું મિશ્રણ કરશે. સંભવિત ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને મેસેજ એલર્ટ, મ્યુઝિક કંટ્રોલ અને કી-લેસ ઇગ્નિશન મળવાની સંભાવના છે, જેની સાથે કંપની ઓટીએ (ઓવર-ધ-એર) અપડેટ્સ સુવિધા પણ આપી શકે છે, જે તેને ભવિષ્ય માટે તૈયાર કરશે.
અંદાજિત કિંમત
રોયલ એનફિલ્ડની આ પ્રથમ ઇલેક્ટ્રિક ઓફર હશે અને પ્રીમિયમ સેગમેન્ટને ટાર્ગેટ કરશે, તેથી તેની કિંમત એક્સ શો રુમ કિંમત 2.5 લાખ રૂપિયાથી 3.5 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. તે આગામી પ્રીમિયમ ઇલેક્ટ્રિક મોટરસાયકલ સેગમેન્ટ સાથે સીધો સ્પર્ધા કરશે.
લોન્ચ ટાઇમલાઇન
ચેન્નાઇમાં કવર વગરના ટેસ્ટિંગથી સંકેત મળે છે કે સત્તાવાર લોન્ચિંગની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. જો બધુ યોજના પ્રમાણે રહેશે તો આ બાઇક 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય રસ્તાઓ પર આવી શકે છે.
