વર્તમાન બજારની સ્થિતિ- હાલના દિવસોમાં બિટકોઈનની કિંમત $70,000ની આસપાસ સ્થિર છે, પરંતુ તે પોતાની રેકોર્ડ હાઈ ($126,000થી ઉપર)થી 44% નીચે છે. સોનાની કિંમત તેની પીક ($5,595)થી 10% ઘટીને સુધરી છે. કિયોસાકી કહે છે કે, તેમનું શરૂઆતી બિટકોઈન રોકાણ આ વિચારને સાચા સાબિત કરી રહ્યો છે. તેઓ આજે પણ સોનાની ખાણ અને ક્રૂડની શોધમાં લાગેલા છે, પરંતુ બિટકોઈન લાંબા સમયનો સારો રોકાણ વિકલ્પ છે.

