રોડ પર ખાડા બતાવો અને ઈનામ મેળવો!

રોડ પર ખાડા બતાવો અને ઈનામ મેળવો!

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



રાજકારણીઓ યેનકેન પ્રકારે ચર્ચામાં રહેવા માટેના પ્રયાસ કરતા હોય છે. ત્યારે વડોદરા કોંગ્રેસના એક નેતાજી એક જાહેરાતને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. શહેરના વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે જાહેરાત કરી છે કે જે વ્યક્તિ શહેરમાં ખાડા વગરનો રસ્તો બતાવશે તેમને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ માટે તેમણે પોતાની થાર કાર પર એક બેનર પણ લગાવી દીધું છે. પોતાની કાર પર આ પ્રકારે અનોખું પોસ્ટર લગાવીને તંત્રની પોલ ખોલવાનો નેતાજીનો પ્રયાસ સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મહત્વનું છે કે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઠેર ઠેર ખોદેલા ખાડાને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે નઘરોળ બનેલા તંત્રને જગાડવા નેતાજીએ અનોખો પ્રયાસ કર્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *