રાહુલ ગાંધીને ચૂંટણી લડવા પર આજીવન રોક લગાવો, સંસદની સદસ્યતા રદ કરો: ભાજપના સાંસદે નોટિસ આપી

રાહુલ ગાંધીને ચૂંટણી લડવા પર આજીવન રોક લગાવો, સંસદની સદસ્યતા રદ કરો: ભાજપના સાંસદે નોટિસ આપી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ગુરુવારે 12 ફેબ્રુઆરી 2026ના રોજ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સબ્સટેંટિવ મોશન લાવવાની નોટિસ આપી છે અને તેમની સંસદ સદસ્યતા રદ કરવાની સાથે આજીવન ચૂંટણી લડવા માટે અયોગ્ય ઘોષિત કરવાની માગ કરી છે.

News18
News18

નવી દિલ્હી: સંસદનું આ બજેટ સત્ર અત્યાર સુધીમાં ખૂબ જ હોબાળો અને સનસનીખેજ રહ્યું છે. હવે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવની નોટિસ આપી છે. ભાજપ સાંસદે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે તેમને ભારત વિરોધી તત્ત્વો સાથે મિલિભગત છે. આવા સમયે તેમની લોકસભા સદસ્યતા રદ થવી જોઈએ, સાથે જ કોંગ્રેસ સાંસદને આજીવન ચૂંટણી લડતા પણ રોકવામાં આવે તેવી ભાજપના સાંસદે વાત કહી છે.

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ગુરુવારે 12 ફેબ્રુઆરી 2026ના રોજ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સબ્સટેંટિવ મોશન લાવવાની નોટિસ આપી છે અને તેમની સંસદ સદસ્યતા રદ કરવાની સાથે આજીવન ચૂંટણી લડવા માટે અયોગ્ય ઘોષિત કરવાની માગ કરી છે. સંસદ પરિસરમાં ભાજપ સાંસદે કહ્યું કે, તેમણે પોતાની નોટિસમાં રાહુલ ગાંધીની વિદેશ મુલાકાત અને કથિત રીતે સોરોસ ફાઉન્ડેશન, યુએસએઆઈડી અને ફોર્ડ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સાથે સંપર્કનો ઉલ્લેખ કર્યો છે. દુબેએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી થાઈલેન્ડ, વિયતનામ અને કંબોડિયા જેવા દેશોની યાત્રા દરમ્યાન ભારત વિરોધી તત્ત્વો સાથે મિલીભગત કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ વિશેષાધિકાર પ્રસ્તાવ નથી, પણ એક સ્વતંત્ર અને આત્મનિર્ભર પ્રસ્તાવ એટલે કે સબ્સટેંટિવ મોશન છે, જેનો ઉદ્દેશ્ય સદન સમક્ષ નિર્ણય અથવા મત વ્યક્ત કરવાનો હોય છે.

નિશિકાંત દુબેએ શું કહ્યું?

ભાજપ સાંસદે કહ્યું કે, મેં સબ્સટેંટિવ મોશનની નોટિસ આપી છે, જેમાં રાહુલ ગાંધીની ગતિવિધિઓ અને વિદેશી સંગઠનો સાથે કથિત સંબંધોનો ઉલ્લેખ છે. તેના આધાર પર તેમની લોકસભા સદસ્યતા રદ થવી જોઈએ અને તેમને જીવનભર ચૂંટણી લડતા રોકવામાં આવે. કોંગ્રેસ તરફથી આ આરોપ પર તત્કાળ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. તો વળી રાજનીતિક વિશ્લેષકો આને સંસદમાં ચાલી રહેલા અથડામણ વચ્ચે નવા ચેપ્ટર તરીકે જોઈ રહ્યા છે, વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે સરકાર અસહમતિની અવાજને દબાવવાની કોશિશ કરી રહી છે, જ્યારે ભાજપના નેતાઓનું કહેવું છે કે રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલા મામલામાં જવાબદારી જરૂરી છે. હવે બધાની નજર એ વાત પર છે કે સ્પીકર અને સદન આ નોટિસ પર શું એક્શન લે છે અને શું તેને આગળની કાર્યવાહી માટે સ્વીકાર કરવામાં આવે છે કે નહીં.

લોકસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચા દરમ્યાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને આત્મસમર્પણ ગણાવતા આરોપ લગાવ્યો કે આ ડીલ દ્વારા ભારતની ઊર્જા સુરક્ષા અમેરિકાના હવાલે કરી દીધી છે અને ખેડૂતોના હિતો સાથે સમાધાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ડીલ અંતર્ગત ભારતીય હિતોની ભાજપની ફાઈનાન્શિયલ સ્ટ્રક્ચર બચાવવા માટે ગિરવે મૂકી દીધી છે. તેમણે માર્શલ આર્ટનું ઉદાહરણ આપતા કહ્યું કે, પહેલા પકડ બનાવવામાં આવે છે, પછી ગળું દબાવવામાં આવે છે અને છેલ્લે સામેવાળો હાર માની લે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *