રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું – જો આ યુદ્ધ ચાલુ રહ્યું તો ગંભીર પરિણામો આવશે

રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું – જો આ યુદ્ધ ચાલુ રહ્યું તો ગંભીર પરિણામો આવશે

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


PM Modi addresses Rajya Sabha : પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં મિડલ ઇસ્ટ યુદ્ધ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઇ ગયો છે. તેણે સમગ્ર વિશ્વને ગંભીર ઉર્જા સંકટમાં ધકેલી દીધું છે. આની અસર ભારત પર પણ પડી રહી છે. લગભગ 1 કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. તેમની જીવનની રક્ષા પણ ભારત માટે ચિંતાનો વિષય છે. 

ગલ્ફ દેશો સાથે સતત સંપર્કમાં છીએ – પીએમ મોદી

પીએમે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં મોટી સંખ્યામાં જહાજો ફસાયેલા છે, જેમાં મોટાભાગના ક્રૂ સભ્યો ભારતીય છે. આ પણ ભારત માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં જરુરી છે કે ભારતના આ ઉચ્ચ સદનથી દુનિયામાં વાતચીતનો સંદેશો જાય. આપણે ગલ્ફ દેશો સાથે સતત સંપર્કમાં છીએ. અમે ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પણ સંપર્કમાં છીએ. અમે તણાવ ઓછો કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે પણ સતત ચર્ચા કરી છે. ભારતે નાગરિકો, સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, એનર્જી અને ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર  પર હુમલાઓનો વિરોધ કર્યો છે.

યુદ્ધથી થયેલા નુકસાનમાંથી બહાર નીકળવામાં દુનિયાને ઘણો સમય લાગશે

પીએમ મોદીએ કહ્યું કે ભારતે સંવાદનો માર્ગ રજૂ કર્યો છે. અમે ઈરાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સહિત તમામ પક્ષો સાથે સતત સંપર્કમાં છીએ. યુદ્ધથી જે પ્રકારે પરિસ્થિતિઓ બની છે, જો આ યુદ્ધ ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામો આવશે. આપણા મૂળભૂત સિદ્ધાંતો મજબૂત છે અને આપણે ભારત પર પ્રતિકૂળ અસરોને ઘટાડવા માટે વ્યૂહાત્મક રીતે કામ કરી રહ્યા છીએ. પશ્ચિમ એશિયામાં યુદ્ધથી થયેલા નુકસાનમાંથી બહાર નીકળવામાં દુનિયાને ઘણો સમય લાગશે. 

આપણા માટે આ એક મોટી પરીક્ષા છે

પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં આ કટોકટી આપણા માટે એક મહત્વપૂર્ણ પરીક્ષા લેશે આ કટોકટીમાં રાજ્યોની ભૂમિકા પણ નિર્ણાયક રહેશે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાના લાભો સમયસર ગરીબો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો કરવા જોઈએ. રાજ્યોએ પ્રવાસી મજુરોની સમસ્યાઓ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. કાળાબજાર અને સંગ્રહખોરીની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી જોઈએ. આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવો એ રાજ્યોની પ્રાથમિકતા હોવી જોઈએ. કટોકટી ગમે તેટલી તીવ્ર હોય, ભારતના ઝડપી વિકાસને જાળવી રાખવાની આપણી જવાબદારી છે. આપણે ઝડપી સુધારાઓ અમલમાં મૂકવા જોઈએ. આ ટીમ ઇન્ડિયા માટે પણ આ એક મોટી પરીક્ષા છે. 

પીએમે કહ્યું કે કોવિડ સમયગાળા દરમિયાન આપણે એક નવું મોડલ રજૂ કર્યું. આપણે તે જ ભાવના સાથે આગળ પણ કામ કરવું પડશે. બધી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી, દેશ આ ગંભીર કટોકટીનો અસરકારક રીતે સામનો કરી શકશે. પીએમ મોદીએ કહ્યું કે આ સંકટ અલગ પ્રકારનું છે અને તેના ઉકેલો પણ અલગ રીતે નક્કી કરવામાં આવી રહ્યા છે. આ યુદ્ધની અસરો લાંબા ગાળા સુધી રહેવાની પ્રબળ શક્યતા છે. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આપણે સતર્ક છીએ. આપણે દરેક નિર્ણય દેશના લોકોના હિતમાં લઈ રહ્યા છીએ.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *