Final Up to date:
જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ આ મામલામાં રાજપાલના વ્યવહારની ટીકા કરતા કહ્યું કે, તેમણે ફરિયાદકર્તા, મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને કરવામાં આવેલા પેમેન્ટનો વાયદો પૂરો નથી કર્યો, જ્યારે તેમને કેટલીય વાર અવસર મળ્યા અને ખૂબ જ વધારે સહનશીલતા દેખાડી.
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ માટે કાનૂની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. કેમ કે દિલ્હી હાઈકોર્ટે મંગળવારે એક આદેશ આપ્યો છે કે તેમને 4 ફેબ્રુઆરી 2026 સુધી સંબંધિત જેલ સુપરિન્ટેન્ડેન્ટ સામે સરેન્ડર કરવું પડશે. કોર્ટે આ આદેશ 54 વર્ષના આ સ્ટારના ચેક બાઉન્સ કેસમાં કોર્ટની કાર્યવાહીનું ઉલ્લંઘન કર્યા બાદ આપ્યો છે. આ મામલો દિલ્હીની કંપની મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાયેલો છે. જેણે રાજપાલની કંપનીને ફિલ્મ બનાવવા માટે પૈસા આપ્યા હતા. કોર્ટે અભિનેતાના વ્યવહારને નિંદનીય ગણાવતા કહ્યું કે, વારંવાર આપવામાં આવેલા આશ્વાસન છતાં ચુકવણી ન કરવી ન્યાયિક પ્રક્રિયા સાથે રમત છે.
જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ આ મામલામાં રાજપાલના વ્યવહારની ટીકા કરતા કહ્યું કે, તેમણે ફરિયાદકર્તા, મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને કરવામાં આવેલા પેમેન્ટનો વાયદો પૂરો નથી કર્યો, જ્યારે તેમને કેટલીય વાર અવસર મળ્યા અને ખૂબ જ વધારે સહનશીલતા દેખાડી. કોર્ટે કહ્યું કે, તેમનો વ્યવહાર નિંદનીય છે. આ આદેશ ત્યારે આવ્યો, જ્યારે કોર્ટ રાજપાલ અને તેમની પત્નીની નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની ધારા 138 અંતર્ગત સજા વિરુદ્ધ અપીલોના એક ગ્રુપની સુનાવણી કરી રહ્યા હતા. તેમને છ મહિનાની સાધારણ કેદની સજા સંભળાવી હતી. એક કોઓર્ડિનેટ બેન્ચે 28 જૂન 2024ના પહેલા જ સજા પર રોક લગાવી હતી. એવું કહેતા કે આ કપલ પાક્કા અપરાધી નથી અને શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે તૈયાર છે. ત્યાર બાદ મામલો મીડિએશનમાં જતો રહ્યો હતો.
મીડિએશન સેશન બાદ કોર્ટે કહ્યું કે, જૂન 2024થી રાજપાલે ઘણી વાર સમય માગ્યો અને દરેક વખતે પેમેન્ટ કરવાનો વાયદો પણ આપ્યો, પણ ક્યારેય પેમેન્ટ કર્યું નહીં. રાજપાલે પહેલા કોર્ટને વાયદો કર્યો હતો કે તેઓ 2.5 કરોડ રૂપિયા 40 લાખ રૂપિયા અને 2.10 કરોડ રૂપિયા હપતામાં ચુકવશે. જો કે તેઓ નક્કી કરેલી તારીખે પૈસા જમા કરવામાં નિષ્ફળ રહ્યા. જસ્ટિસ શર્માએ કહ્યું કે, એક્ટરે રજિસ્ટ્રાર જનરલ પાસે ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરવા અથવા ડ્રાફ્ટમાં બતાવેલી ભૂલો ઠીક કરવા માટે કોઈ પગલા નથી ઉઠાવ્યા. અનુમતિ અથવા સ્પષ્ટીકરણ માગવા માટે પણ કોઈ અરજી નથી આપી.
રાજપાલ યાદવને 4 ફેબ્રુઆરી 2026 સુધી જેલ સુપરિન્ટેન્ડેન્ટ સામે સરેન્ડર કરવા કહેવાયું છે, પણ કેમ કે યાદવના વકીલે તેના માટે અનુરોધ કર્યો હતો કે એક્ટરને મુંબઈમાં કામ કરવાનું હતું, એટલા માટે કોર્ટે તેમને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા કાપવા માટે 4 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજના 4.00 વાગ્યે જેલ સુપરિન્ટેન્ડેન્ટ સામે સરેન્ડર કરવા માટે કહેવાયું. જેલ અધિકારીઓને નિયમોનું પાલન કરવા માટે આ મામલાને 5 ફેબ્રુઆરી 2026 માટે નક્કી કર્યો છે.

