રાજપાલ યાદવની આ ફિલ્મ છે વિરાટ કોહલીની ફેવરિટ, જે જોતાની સાથે ક્રિકેટર ખડખડાટ હસી પડે છે

રાજપાલ યાદવની આ ફિલ્મ છે વિરાટ કોહલીની ફેવરિટ, જે જોતાની સાથે ક્રિકેટર ખડખડાટ હસી પડે છે

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

રાજપાલ યાદવે તેના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. માલામાલ વીકલીથી લઈને ચુપ ચુપ કે જેવી અનેક ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરી છે. પરંતુ શું તમે જાણો છો રાજપાલ યાદવની આ મૂવી વિશે, જે વિરાટ કોહલીની ફેવરિટ છે?

Image Source: X/@PRIMEVIDEOIN/@IMVKOHLI
Picture Supply: X/@PRIMEVIDEOIN/@IMVKOHLI

રાજપાલ યાદવ છેલ્લાં કેટલાક મહિનાથી કોઈને કોઈ વાતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ફેબ્રુઆરીમાં એક્ટરને ચેક બાઉન્સ કેસમાં જેલમાં જવું પડ્યું હતું. 5 ફેબ્રુઆરીના રોજ તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતુ. ત્યારબાદ પૂરું બોલિવૂડ તેની મદદ માટે આગળ આવ્યું. અભિનેતાને ફેન્સનું પણ પૂરું સમર્થન છે. રાજપાલ યાદવે વર્ષ 1999 માં શૂલથી અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો, જેમાં એક નાની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં નેગેટિવ રોલ નિભાવ્યો હતો અને 2000 માં જંગલથી ઓળખ મળી હતી. પોતાના કોમિક ટાઇમિંગથી રાજપાલ યાદવે હિન્દી સિનેમામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. કરિયરમાં અનેક યાદગાર ફિલ્મો આપી છે, પરંતુ શું તમને ખબર છે રાજપાલ યાદવની આ મૂવી વિરાટ કોહલીની ફેવરિટ છે?

આ મૂવી વિરાટ કોહલીની છે ફેવરિટ

રાજપાલ યાદવે ભૂલ ભૂલૈયા, ચુપ ચુપ કે, માલામાલ વીકલી સહિત અનેક ફિલ્મો કરી છે. એક્ટરના એક્સપ્રેશન એવા છે કે દરેક લોકો તે જોઈને ખડખડાટ હસી પડે. જો કે આવી જ એક ફિલ્મનો ઉલ્લેખ વિરાટ કોહલીએ કર્યો હતો કે જે જોઈને હસતા હસતા પેટમાં દુખ્યું હતું. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને રાજપાલ યાદવની ઢોલ ફિલ્મ ખૂબ ગમી હતી. આ ફિલ્મ જોઈને વિરાટ કોહલી ખડખડાટ હસી પડ્યા હતા.

વિરાટ કોહલીએ ફિલ્મનાં કર્યાં હતા વખાણ

વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, આ મારી ફેવરિટ ફિલ્મ છે. વાતચીત દરમિયાન ફેવરિટ ફિલ્મનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે- તમે ઢોલ ફિલ્મ જોઈ છે? આ ફિલ્મનો એક ડાયલોગ છે, તે પ્લાન બનાવે છે, કોઈ તેની દુકાન ખોલી રહ્યું હોય છે, તો કુણાલ ખેમૂ કહે છે કે- કોઈ એવું નામ કહો જે મોંમાંથી ફટાફટ નીકળે. આ સમયે રાજપાલ યાદવ કહે છે કે થૂક. આ એક એવી ફિલ્મ છે જે જોતા સમયે હું હસવાનું રોકી શકતો નથી.

વર્ષ 2007 માં રિલીઝ થઈ હતી ઢોલ ફિલ્મ

પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી ઢોલ ફિલ્મ વર્ષ 2007 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રાજપાલ યાદવ સાથે શરમન જોશી, તુષા કપૂર અને કુણાલ ખેમૂ જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં હતા. 14 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 33.27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *