રાજકોટ: દેવું થઈ જતાં નૈતિકે ઓરડીમાં નકલી નોટ છાપવાનું શરૂ કર્યું, પણ SOGએ પ્લાન પર પાણી ફેરવી નાખ્યું

રાજકોટ: દેવું થઈ જતાં નૈતિકે ઓરડીમાં નકલી નોટ છાપવાનું શરૂ કર્યું, પણ SOGએ પ્લાન પર પાણી ફેરવી નાખ્યું

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Rajkot Crime Information: રાજકોટમાં બનાવટી ચલણી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રૈયાધાર વિસ્તારમાં દરોડો પાડી બનાવટી ચલણી નોટો છાપવાનું કારખાનું શરૂ કરનારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટ ક્રાઈમ ન્યૂઝ
રાજકોટ ક્રાઈમ ન્યૂઝ

Rajkot Crime Information: રાજકોટમાં બનાવટી ચલણી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રૈયાધાર વિસ્તારમાં દરોડો પાડી બનાવટી ચલણી નોટો છાપવાનું કારખાનું શરૂ કરનારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી દ્વારા નકલી નોટો બજારમાં ફરતી કરવામાં આવે તે પહેલા જ પોલીસે 38 બનાવટી નોટો કબ્જે કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દેવું થઈ જતા નકલી નોટો બનાવવાના રવાડે ચડ્યો હોવાની કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવી છે.

SOGની ટીમને મળી હતી બાતમી

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ગુરુવારના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં ગૌશાળાની બાજુમાં આવેલી એક ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ત્યાં હાજર શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ નૈતિક મહેન્દ્ર અગ્રાવત (ઉં.વ 29) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઓરડીમાં તપાસ કરતાં એક પ્રિન્ટર-કમ-સ્કેનર, ફૂટપટી, કટર, પેન્સિલ, સંચો અને A-4 સાઇઝના કોરા કાગળો મળી આવ્યા હતા. ત્યાંથી રૂ.100ની ડબલ સાઇડ પ્રિન્ટવાળી 15 બનાવટી નોટો પણ મળી આવી હતી. તમામ નોટોમાં એકસરખો સીરિયલ નંબર 663598 જોવા મળ્યો હતો. આ ઉપરાંત A-4 સાઇઝના કાગળોમાં રૂ.100ની એક સાઇડ પ્રિન્ટ કરેલી 34 નોટોના પ્રિન્ટ પણ મળ્યા હતા. પોલીસે કુલ મળીને રૂ.100 અને રૂ.200ની 38 બનાવટી નોટો કબ્જે કરી છે.

દેવું થઈ જતાં નકલી નોટ છાપવાનું શરૂ કર્યું

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીને દેવું થઈ જતા આર્થિક તંગીમાં હતો. તે અઠવાડિયા પહેલા યુટ્યુબ પર વીડિયો જોઈને નકલી નોટો બનાવતા શીખ્યો હતો. ત્યારબાદ ત્રણ દિવસ પહેલા તેણે બે નોટ છાપી હતી અને તેને બજારમાં ચલાવી પણ દીધી હતી. તેમાં સફળતા મળતાં તેણે વધુ નોટો છાપવાનું શરૂ કર્યું હતું. પરંતુ તે નોટો બજારમાં ફરતી કરે તે પહેલાં જ SOGની ટીમે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ

હાલમાં આ બનાવટી નોટો કોઈને આપવાની હતી કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગ થવાનો હતો, તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા આરોપી સામે અગાઉ અપહરણ અને દુષ્કર્મ જેવી ગંભીર કલમ હેઠળના ગુનાઓ પણ નોંધાયેલા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *