રાજકોટ: એઇમ્સ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર સુસાઈડ નોટ લખી ગાયબ!

રાજકોટ: એઇમ્સ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર સુસાઈડ નોટ લખી ગાયબ!

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં ફરજ બજાવતા ડો. રતનકુમાર વહેલી સવારથી ગુમ થયા છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ડોક્ટર વહેલી સવારે હોસ્ટેલના પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેમનો કોઈ પત્તો મળ્યો નથી.

વહેલી સવારે હોસ્ટેલના પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.
વહેલી સવારે હોસ્ટેલના પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

રાજકોટ: રાજકોટ એઇમ્સ (AIIMS)માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. MBBSનો અભ્યાસ કરતા રેસિડન્ટ ડોક્ટર રતનકુમાર ભેદી સંજોગોમાં ગુમ થયા છે, જેના કારણે હોસ્પિટલમાં ભારે ચર્ચા જાગી છે. જ્યારે ઘટનાને પગલે પોલીસ તપાસમાં જોડાઈ છે.

રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં ફરજ બજાવતા અને MBBSનો અભ્યાસ કરતા ડો. રતનકુમાર વહેલી સવારથી ગુમ થયા છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ડોક્ટર વહેલી સવારે હોસ્ટેલના પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેમનો કોઈ પત્તો મળ્યો નથી.

આ મામલે એઇમ્સ સત્તાધીશો દ્વારા ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ડોક્ટર અત્યારે ક્યાં છે અને સીસીટીવીમાં દેખાયા બાદ તેઓ કઈ દિશામાં ગયા? શું કોઈ માનસિક તણાવ કે અભ્યાસના ભારને કારણે તેમણે આ પગલું ભર્યું હશે? સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

હાલમાં પોલીસ અલગ-અલગ ટીમો બનાવીને રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને અન્ય જાહેર સ્થળોના ફૂટેજ ચકાસી રહી છે. પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *