રાજકોટના વેપારી આલમમાં આજે ભારે ફફડાટ ફેલાયો છે. શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલા જાણીતા મોબાઈલ વિક્રેતાઓને ત્યાં GST વિભાગે આકસ્મિક દરોડા પાડ્યા. રવિવારની રજાના દિવસે જ્યારે બજારમાં ગ્રાહકોની ભારે ભીડ હોય છે, ત્યારે જ GSTની આ મોટી કાર્યવાહીથી દોડધામ મચી ગઈ છે. GST વિભાગના નિશાન પર શહેરના નામાંકિત મોબાઈલ સ્ટોર્સ છે. એસ્ટ્રોન ચોકમાં આવેલા ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલીકોમ અને ઓપો સ્ટોરમાં સઘન તપાસ કરવામાં આવી. GSTની તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.
Source link
