રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ફન સ્ટ્રીટમાં કોઈ પણ ટેકનોલોજી વગર માત્ર શારીરિક અને માનસિક કૌશલ્ય આધારિત 30થી વધુ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબુ-ચમચી, કોથળા દોડ, ચેસ, સાપ-સીડી, દોરડા ખેંચ, સંગીત ખુરશી અને ટાયર ફેરવવા જેવી જૂની રમતોએ આકર્ષણ જમાવ્યું હતું.

