રાઈઝિંગ ભારત સમિટમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું- દેશને બદનામ કરવાનો એક પણ મોકો છોડતા નથી

રાઈઝિંગ ભારત સમિટમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું- દેશને બદનામ કરવાનો એક પણ મોકો છોડતા નથી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

પીએમ મોદીના જણાવ્યા અનુસાર, પહેલા આપણે ખાલી વિદેશી ટેકનિકની નકલ કરતા હતા, પણ આજનું આત્મવિશ્વાસી ભારત હતાશામાંથી બહાર નીકળી ચુક્યું છે.

News18
News18

નવી દિલ્હી: ન્યૂઝ 18 રાઈઝિંગ ભારત સમિટ 2026ના મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન શરુ થતાં જ આખો હોલ મોદી-મોદીના નારાથી ગૂંજી ઉઠ્યો. પીએમ મોદીએ મજાકના અંદાજમાં કહ્યું કે, ઈઝરાયેલની હવા હવે અહીં પણ પહોંચી ગઈ છે. તેમણે પાછલી સરકારો પર પ્રહારો કરતા કહ્યું કે, આઝાદી બાદ પણ દેશ માનસિક ગુલામીમાંથી બહાર નીકળી શક્યો નથી. પીએમ મોદીના જણાવ્યા અનુસાર, પહેલા આપણે ખાલી વિદેશી ટેકનિકની નકલ કરતા હતા, પણ આજનું આત્મવિશ્વાસી ભારત હતાશામાંથી બહાર નીકળી ચુક્યું છે. આ જ કારણ છે કે દુનિયાના વિકસિત દેશ હવે ખુદ ભારત સાથે ટ્રેડ ડિલ કરવા માટે આગળ આવી રહ્યા છે. પીએમ મોદીએ ડિજિટલ ઈંડિયાની સફળતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે કેવી રીતે ભારત આજે ડિજિટલ પેમેન્ટમાં ગ્લોબલ લીડર બની ગયું છે. ડીબીટી દ્વારા 24 લાખ કરોડ રુપિયા સીધા લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે, જેણે સિસ્ટમની લિકેજ ખતમ કરી દીધી. તેમણે વંદે ભારત અને નમો ભારત જેવી ટ્રેનોના ઉદાહરણ આપતા દેશની બદલાતી તસવીર રજૂ કરી.

મિલેનિયલ્સે શીખવાડ્યો સબક, હવે ઝેન- Z તૈયાર, કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો

કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું કે, મિલેનિયલ્સે સબક શીખવાડ્યો અને હવે ઝેન-Z પણ તૈયાર બેઠી છે. તેમણે એઆઈ સમિટને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવતા આરોપ લગાવ્યો કે કોંગ્રેસે તેને બદનામ કરવાની કોશિશ કરી. પીએમ મોદીએ કહ્યું કે, નિરાશઆ અને અહંકારમાં ડૂબેલી રાજનીતિ દેશને નીચો દેખાડવા પહોંચી જાય છે. તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પોતાની ભૂલને છુપાવવા માટે મહાત્મા ગાંધીનું નામ લે છે અને ક્રેડિટ એક પરિવારને આપે છે. પીએમ મોદીએ દાવો કર્યો કે, યુવાનોના વધતા પ્રભાવ સાથે કોંગ્રેસ સતત નબળી થતી જાય છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે થોડાં વર્ષો પહેલા સુધી ભારતના ઇવેન્ટ્સને વૈશ્વિક મીડિયા ખાસ મહત્વ આપતું નહોતું. તેમણે ઉમેર્યું કે આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ભારતમાં થતી દરેક મોટી પહેલનું હવે વૈશ્વિક સ્તરે વિશ્લેષણ થાય છે. પીએમએ AI સમિટનું ઉદાહરણ આપતાં કહ્યું કે હવે દુનિયા ભારતના દરેક પગલાં પર નજર રાખે છે.

પીએમ મોદીએ કહ્યું કે એક સમયે રેલવેની ઓળખ મોડું પડવું અને ધીમી ગતિ હતી, પણ આજે વંદે ભારત અને નમો ભારત જેવી સેમી હાઈ સ્પીડ ટ્રેનો નવા ભારતની છબી રજૂ કરે છે. પીએમના જણાવ્યા મુજબ, ભારત હવે નવી ટેક્નોલોજીનો માત્ર ઉપયોગ કરતું દેશ નથી, પણ નિર્માતા બનીને નવા ધોરણો ગોઠવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ બદલાવ દેશની અંદર છુપાયેલી શક્તિ ઓળખવાથી આવ્યો છે. પીએમએ ઉમેર્યું કે દુનિયાની નજરમાં પણ ભારતની છબી ઝડપથી બદલાઈ છે.

પીએમ મોદીએ Rising Bharat Summit 2026માં જનધન-આધાર-મોબાઇલ એટલે કે JAMની શક્તિ વિશે વાત કરતાં કહ્યું કે ભારતે અશક્યને શક્ય બનાવ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે જ્યાં ATM પણ મોડું આવ્યું હતું, ત્યાં આજે ભારત ડિજિટલ પેમેન્ટમાં વૈશ્વિક નેતા છે.

પીએમના જણાવ્યા મુજબ DBTથી 24 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓ સુધી પહોંચ્યા છે અને લીકેજ બંધ થયું છે. તેમણે કહ્યું કે 2014 સુધી કરોડો ઘરો અંધારામાં હતા, પણ આજે ભારત સોલર પાવરમાં ટોચના દેશોમાં છે. એ જ રીતે, મેટ્રો નેટવર્કમાં ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે.

ટ્રેડ ડીલ પર ભારતનું દમખમ: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત વિદેશી ટેક્નોલોજીની નકલ કરતું હતું. આ માત્ર રાજકીય જ નહીં, પણ માનસિક ગુલામી પણ હતી. પીએમના જણાવ્યા અનુસાર, આ વિચારધારા દેશને આઝાદી મળ્યા પછી પણ લાંબા સમય સુધી રહી અને તેના કારણે દેશને નુકસાન પણ થયું.

પીએમ મોદીએ કહ્યું કે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે વિકસિત દેશો ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટે ઉત્સાહિત છે. પીએમ મોદીએ આને નવા આત્મવિશ્વાસથી ભરેલા ભારતની ઓળખ ગણાવી અને કહ્યું કે દેશ હવે હતાશા અને નિરાશાથી બહાર આવીને વૈશ્વિક શક્તિ બની રહ્યો છે.

પીએમ મોદીએ ભારતની વધતી શક્તિ પર ભાર મૂકતાં કહ્યું કે આજે દુનિયાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. તેમણે કહ્યું કે ભારતની ક્ષમતા એટલી વધી ગઈ છે કે હવે વિકસિત દેશો પોતે આગળ આવીને ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માંગે છે.

પીએમના જણાવ્યા અનુસાર, આ બદલાવ અચાનક આવ્યો નથી, પણ દેશની અંદર છુપાયેલી શક્તિ જાગી છે એનું પરિણામ છે. તેમણે કહ્યું કે જ્યારે કોઈ રાષ્ટ્રની આંતરિક શક્તિ જાગે છે ત્યારે નવી સિદ્ધિઓ આપમેળે મળે છે. પીએમ મોદીએ આને આત્મવિશ્વાસથી ભરેલા નવા ભારતનો સંકેત ગણાવ્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *