Final Up to date:
Viral Information: સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક યુવક કહી રહ્યો છે કે, ‘તેણે ઉતાવળમાં રેપિડો પર રાઈડ બુક કરી, તેને જરાય અંદાજો નહોતો કે રાઈડર તેના ક્લાસનો ટોપર નીકળશે.’
Viral Information: કહેવાય છે કે જિંદગી હંમેશા સીધી લીટીમાં નથી ચાલતી. ક્યારેક જિંદગીમાં ખરાબ દિવસો આવે છે, તો ક્યારેક સારા દિવસો આવે છે, પરિસ્થિતિ કોઈ પણ વ્યક્તિની કહાની બદલી શકે છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક એવી જ કહાની વાયરલ થઈ રહી છે, જેમાં એક યુવાને ઉતાવળમાં રેપિડો પર રાઇડ બુક કરી અને જ્યારે ડ્રાઇવર આવ્યો ત્યારે તે તેનો જૂનો ક્લાસ ટોપર નીકળ્યો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર “ભારત માતા કા સેવક” નામના એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે. પોસ્ટમાં એક વીડિયો છે, જેમાં એક યુવક કહી રહ્યો છે કે, ‘તેણે ઉતાવળમાં રેપિડો પર રાઈડ બુક કરી, તેને જરાય અંદાજો નહોતો કે રાઈડર તેના ક્લાસનો ટોપર નીકળશે.’
He booked a Rapido in a rush… by no means imagining the rider can be his personal class topper.
Umar was getting late, so he rapidly booked a trip.
The reserving bought confirmed. The rider’s title confirmed: Chandan.At first, he ignored it. Then he paused… May this be our class topper… pic.twitter.com/qgNlKjcKPx
— Bharat Mata Ke Sewak (@PatrioticSoul33) March 2, 2026
ઉમર નામના યુવકને ઉતાવળ હતી, તેથી તેણે ફટાફટ ફોન કાઢ્યો, રેપિડો એપ ખોલી અને રાઈડ બુક કરી દીધી. થોડી જ સેકન્ડમાં રાઈડરનું નામ આવ્યું – ચંદન. ચંદન નામ વાંચીને ઉમરના મગજમાં એક ઝબકારો થયો. “ચંદન? અરે, આ તો મારો જૂનો ક્લાસમેટ… સ્કૂલમાં તો આ જ હંમેશા ફર્સ્ટ નંબરે આવતો! બોર્ડ પર તેનું નામ ચમકતું રહેતું. શું આ એ જ ચંદન છે?” થોડી જ વારમાં બાઈક આવી પહોંચી. હેલ્મેટ ઉતારતાં જ ઉમરની આંખો ફાટી ગઈ. સામે ઊભેલો હતો – બિલકુલ એ જ ચંદન! જેને જોઈને ઉમરે કહ્યું “અરે, ચંદન તું?”
ઉમરે પૂછ્યું, “યાર, તું તો સ્કૂલમાં ટોપ કરતો હતો. રેપિડો કેમ ચલાવે છે?” ચંદન હળવેથી હસ્યો. તેના હાસ્યમાં કોઈ દુઃખ નહોતું, ફક્ત સ્વીકાર હતો. “આરે યાર, કિસ્મત કંઈ પણ કરાવી શકે છે. તારી પાસેથી પૈસા નહીં લઉં, ટેન્શન ન લઈશ”
આ કહાની વાયરલ થતાં જ લોકો પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. કેટલાક યુવર્સે કહ્યું કે, ટોપરને રાઈડરના રૂપમાં જોવો દિલને થોડું ઉદાસ કરી દે છે. તો કેટલાક લોકો પોતાના અનુભવ પણ શેર કર્યા. લોકોએ કહ્યું કે કેટલીકવાર આર્થિક પરિસ્થિતિ અને પરિવારની જવાબદારીઓનના કારણે આ રસ્તા પર ઉતરવું પડે છે.

