મ્યાનમારમાં અત્યારથી થોડા સમય પહેલા 5.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મેગવે ક્ષેત્રમાં યેનાંગ્યાંગથી લગભગ 95 કિમી પશ્ચિમમાં હતું, જેની ઊંડાઈ આશરે 10-57 કિમી હતી. ભૂકંપના આંચકા વિશાળ વિસ્તારમાં અનુભવાયા હતા. કોલકાતામાં પણ આંચકા અનુભવાયા હતા.
આ પહેલા સોમવારે વહેલી સવારે કાશ્મીર ખીણમાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે બારામુલ્લા જિલ્લાના પટ્ટન અને આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જાનહાનિ કે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપ સવારે 5:35 વાગ્યે 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ ગુલમર્ગના પ્રવાસન સ્થળથી 10 કિમી ઉત્તરપૂર્વમાં પટ્ટન વિસ્તારમાં હતું. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ હતી, પરંતુ બાદમાં તેને સુધારીને 4.7 કરવામાં આવી હતી. ભૂકંપના આંચકા લગભગ 20 સેકન્ડ સુધી અનુભવાયા હતા.
