મોસમે મિજાજ બદલતા ખેડૂતો ફરી ચિંતામાં મૂકાયા

મોસમે મિજાજ બદલતા ખેડૂતો ફરી ચિંતામાં મૂકાયા

વર્લ્ડ WORLD
Spread the love



અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે મોડાસા, ઈસરોલ, જીવનપુર સહિત અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ અંદાજે 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ઘઉં, બટાકા, ચણા જેવા પાકોનો મુખ્ય સમાવેશ થાય છે. આજે મોસમે અચાનક મિજાજ બદલતા પાકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. હવે સ્થાનિક ખેડૂતો માવઠું ન પડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *