‘મારી જિંદગી બદલાઈ ગઈ’: વર્લ્ડ ચેમ્પિયન બનતા હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડને લઈ કહી મોટી વાત

‘મારી જિંદગી બદલાઈ ગઈ’: વર્લ્ડ ચેમ્પિયન બનતા હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડને લઈ કહી મોટી વાત

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

મેચ બાદ બ્રોડકાસ્ટર સાથે વાત કરતા હાર્દિકે કહ્યું કે જ્યારથી મહિકા મારી લાઈફમાં આવી છે, ત્યારથી જીત જ જીત મળી રહી છે. મારી જિંદગી બદલાઈ ગઈ છે.

News18
News18

અમદાવાદ: આઈસીસી ટી20 વિશ્વ કપ 2026માં પોતાની દમદાર રમતથી ટીમ ઈંડિયાને ચેમ્પિયન બનાવનારા હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ મહિકા શર્મા પર દિલ ખોલીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. મહિકા અને હાર્દિક ગત વર્ષે જ રિલેશનશિપમાં આવ્યા છે. ત્યાર બાદ મહિકા દરેક મેચમાં જોવા મળી છે, જ્યાં તે હાર્દિકને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં આવતી હતી. ટી20 વિશ્વ કપ 2026ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ પર જીત બાદ હાર્દિકે મહિકાને લઈને કહ્યું કે, જ્યારથી તે મારી જિંદગીમાં આવી છે, બધું જ સારું થઈ રહ્યું છે.

મેચ બાદ બ્રોડકાસ્ટર સાથે વાત કરતા હાર્દિકે કહ્યું કે જ્યારથી મહિકા મારી લાઈફમાં આવી છે, ત્યારથી જીત જ જીત મળી રહી છે. મારી જિંદગી બદલાઈ ગઈ છે. આ ઉપરાંત તેણે ક્રિકેટિંગ કરિયરને લઈ પણ મોટી અપડેટ આપી છે. ચેમ્પિયન બનવાની ખુશીમાં હાર્દિકે કહ્યું કે હું ભારત માટે હજુ 10 વર્ષ રમીશ. હજુ તો મારું અડધું કરિયર થયું છે. આ 10 વર્ષમાં હું કમસે કમ 4થી 5 આઈસીસી ટ્રોફી જીતવા માગું છું.

આખી ટૂર્નામેન્ટમાં હાર્દિક પંડ્યા છવાયેલો રહ્યો

આઈસીસી ટી20 વિશ્વ કપ 2026માં હાર્દિક પંડ્યાએ ધમાકેદાર રમતનું પ્રદર્શન કર્યું. નવા બોલથી બોલિંગ હોય કે પછી સ્લોગ ઓવરમાં પાવર હિટિંગ. હાર્દિકે દરેક ભૂમિકામાં ખુદને ફિટ કર્યો અને ટીમ ઈન્ડિયાની જીત પાક્કી કરી. આખા વિશ્વ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈંડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો.

ફાઈનલમાં 96 રનથી ટીમ ઈંડિયાને જીત મળી.

તો વળી ફાઈનલની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાએ 96 રનથી જીત મેળવી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈંડિયાએ ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરની રમતમાં 255 રનનો વિશાળ સ્કોર આપ્યો. ટીમ ઈંડિયા માટે ટોપ ત્રણ બેટ્સમેને તોફાની અંદાજમાં બેટિંગ કરી. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *