માઉન્ટ આબુ હવેથી આબુરાજ કહેવાશે: રાજસ્થાન સરકારે 3 શહેરોના નામ બદલ્યા

માઉન્ટ આબુ હવેથી આબુરાજ કહેવાશે: રાજસ્થાન સરકારે 3 શહેરોના નામ બદલ્યા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

રાજસ્થાન સરકારે આ 3 શહેરોના નામ બદલવાને રાજ્યની સાંસ્કૃતિક અસ્મિતા અને ઐતિહાસિક ઓળખને પુનર્સ્થાપિત કરવાની દિશામાં મોટું પગલું ગણાવ્યું છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ

જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, રાજસ્થાનના ત્રણ શહેરોના નામ બદલવાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, ભજનલાલ શર્માએ માઉન્ટ આબુનું નામ બદલી આબુરાજ અને જહાજપુરનું નામ બદલી યજ્ઞપુર કરવાની જાહેરાત કરી છે. તેની સાથે જ કામાંનું નામ બદલી કામવન કરવાની વિધાનસભામાં જાહેરાત કરી છે.

સરકારે તેને રાજ્યની સાંસ્કૃતિક અસ્મિતા અને ઐતિહાસિક ઓળખને પુનર્સ્થાપિત કરવાની દિશામાં મોટું પગલું ગણાવ્યું છે.

માઉન્ટ આબુ બન્યું આબુરાજ

સિરોહી જિલ્લાની પ્રસિદ્ધ પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુ હવે સત્તાવાર રીતે આબુરાજ કહેવાશે.

અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું આ સ્થળ વર્ષોથી રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. સરકારનું કહેવું છે કે આબુરાજ નામ તેની પ્રાચીન ઓળખ સાથે જોડાયેલું છે. જેને હવે ઔપચારિક માન્યતા આપવામાં આવી રહી છે.

કામાં હવે કામવન બન્યું

ભરતપુર જિલ્લાના ધાર્મિક મહત્ત્વવાળા કામાં હવે કામવનના નામથી ઓળખાશે. સરકારના જણાવ્યા અનુસાર, આ નામ વ્રજ વિસ્તારની પ્રાચીન ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલું છે. લાંબા સમયથી સ્થાનિક સ્તર પર આ નામને ફરી સ્થાપિત કરવાની માગ ઊઠતી રહી હતી.

જહાજપુરનું નામ યજ્ઞપુર

ભીલવાડા જિલ્લાના ઐતિહાસિક નગર જહાજપુર હવે યજ્ઞપુર કહેવાશે.

સરકારનો દાવો છે કે આ વિસ્તારનો સંબંધ પ્રાચીન યજ્ઞ પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓ સાથે રહ્યો છે. જેનાથી પ્રેરિત થઈને નામ પરિવર્તનનો નિર્ણય લીધો છે.

સાંસ્કૃતિક વિરાસતને સન્માન આપવાનો તર્ક

મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું કે, રાજ્યની સાંસ્કૃતિક વિરાસત અને લોકભાવનાઓનું સન્માન કરવું સરકારની પ્રાથમિકતા છે. તેમના અનુસાર, કેટલાય સ્થાનના મૂળ નામ સમય સાથે પરિવર્તિત થતા ગયા. જેનાથી તેમની ઐતિહાસિક ઓળખ ઝાંખી પડી ગઈ. નવા નામ ફરી વાર એક જૂની વિરાસતને ફરી જીવંત કરવાનો પ્રયાસ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *