Final Up to date:
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની વિવિધ જણસીઓ લઈને વેચાણ માટે પહોંચ્યા હતા. યાર્ડમાં કપાસ, નારિયેળ, મગફળી, ઘઉં, ડુંગળી, તલ, ચણા, જુવાર અને સોયાબીનની નોંધપાત્ર આવક થઈ હતી. ખાસ કરીને કપાસ અને નારિયેળના ભાવ ઊંચા રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસીઓ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા. ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા. ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ આસપાસના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસીનું વેચાણ કરવા માટે અહીંયા આવી રહ્યા છે ત્યારે આજે 12 ગાંસડી કપાસનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 1156 રૂપિયાથી લઈને 1446 રૂપિયા સુધીના રહ્યા હતા. આજે નારિયેળના 20690 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 815 રૂપિયાથી 2722 રૂપિયા સુધી પ્રતિ મણ ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહ્યો હતો.
આજે યાર્ડમાં 380 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં મગફળી-5 નો ભાવ 1280 રૂપિયાથી લઈને 1458 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે મગફળી-32 નો ભાવ 1170 થી લઈને 1313 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે મગફળી-39 નો ભાવ 1150 રૂપિયાથી લઈને 1262 રૂપિયા સુધી રહ્યો હતો. જ્યારે મગફળી જી-20 નો ભાવ 1230 રૂપિયાથી 1542 રૂપિયા સુધી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભાવ આજે રહ્યો હતો. જ્યારે ઘઉં ટુકડાના 708 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 461 રૂપિયાથી 550 રૂપિયા સુધી રહ્યા હતા.

આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 50386 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 279 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે સફેદ ડુંગળી એક્સપોર્ટનો ભાવ 280 રૂપિયાથી 555 સુધી રહ્યો હતો. તલ સફેદનો ભાવ 1786 રૂપિયા સુધી રહ્યો હતો. જ્યારે કાળા તલનો ભાવ 3095 રૂપિયા સુધી રહ્યો હતો અને 6 કટ્ટા તેની આવક નોંધાઈ હતી. આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 645 થી 1035 રૂપિયા સુધી રહ્યો હતો.
Bhavnagar,Gujarat
