Final Up to date:
મહાકુંભથી ફેમસ થયેલી મોનાલિસાએ સોશિયલ મીડિયા પર નવો વિવાદ ઉભો કર્યો છે, તેણે મુસ્લિમ યુવક સાથે પરિવારને જાણ કર્યા વગર લગ્ન કરતાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ મામલામાં હવે જાણીતા સંન્યાસી હર્ષ રિછારિયાની એન્ટ્રી થતા મામલો ગરમાયો છે. તેમણે આ લગ્નને ‘ધ કેરળ સ્ટોરી’ સાથે સરખાવીને ગંભીર આક્ષેપો કર્યા છે.
પ્રયાગરાજ મહાકુંભથી રાતોરાત સ્ટાર બનેલી મોનાલિસા એકવાર ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. મોનાલિસાએ કેરળના તિરુવનંતપુરમમાં મુસ્લિમ યુવક ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ‘લવ જેહાદ’નો વિવાદ છેડાઈ ગયો છે. ખુદ મોનાલિસાને બ્રેક આપનાર ડાયરેક્ટર સનોજ મિશ્રાએ પણ આ લગ્નને લવ જેહાદ ગણાવ્યા છે. હવે આ મામલે મહાકુંભથી જ ચર્ચામાં આવેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હર્ષા રિછારિયાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
ધર્મના માર્ગે ચાલીને ગ્લેમરની દુનિયામાં વાપસી કરનાર હર્ષા રિછારિયાએ મોનાલિસા અને ફરમાન ખાનના લગ્નને ‘ધ કેરળ સ્ટોરી પાર્ટ-3’ ગણાવ્યા છે. તેમણે એક વીડિયો જાહેર કરીને હિન્દુઓને અપીલ કરી છે કે, તેઓ પોતાની બહેન-દીકરીઓને એવા લોકોથી સુરક્ષિત રાખે, જેઓ હવે માત્ર બળાત્કાર કે અપહરણ નહીં, પરંતુ હિન્દુ દીકરીઓને તેમના પરિવારની વિરુદ્ધ ઉભી કરવાનું કાવતરું કરી રહ્યા છે. હર્ષાએ કહ્યું કે, ‘પહેલા કેરળ સ્ટોરીનો પહેલો અને બીજો ભાગ આવ્યો, પણ હવે આપણા દેશમાં ત્રીજો ભાગ આવી ગયો છે જેની લીડ એક્ટ્રેસ મોનાલિસા છે.’
હર્ષા રિછારિયાએ વધુમાં જણાવ્યું કે, મોનાલિસા એક ગરીબ પરિવારમાંથી આવે છે. મહાકુંભમાં માળા વેચીને ફેમસ થયા બાદ તેને ફિલ્મો મળવા લાગી હતી. આ દરમિયાન તેની મુલાકાત ફરમાન ખાન સાથે થઈ હતી. બંને એક વર્ષથી સંપર્કમાં હતા અને અંતે પરિવારની સંમતિ વગર કેરળમાં લગ્ન કરી લીધા હતા. ડાયરેક્ટર સનોજ મિશ્રાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મોનાલિસા અને ફરમાન ખાને તિરુવનંતપુરમ પાસે આવેલા પૂવરના અરુમાનૂર શ્રી નૈનાર દેવા મંદિરમાં લગ્નની વિધિઓ પૂરી કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં મોનાલિસાએ જણાવ્યું હતું કે, ‘અમે બંને કેરળ ફરવા આવ્યા હતા, પરંતુ અહીંનું વાતાવરણ એટલું સરસ લાગ્યું કે અમે અહીં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.’
લગ્નના સમાચાર વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે, તો ઘણા યુઝર્સ તેને ‘લવ જેહાદ’ સાથે જોડીને મોનાલિસાની ટીકા કરી રહ્યા છે. ખાસ કરીને મંદિરની પસંદગી અને મુસ્લિમ યુવક સાથેના લગ્નને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
Mumbai,Maharashtra

