‘મને બહુ દુઃખ થાય છે…’, કપિલ શર્માની ‘બુઆ’એ ખોલી ઇન્ડસ્ટ્રીની કાળી પોલ; સ્ટાર્સનાં સંઘર્ષ અને ગરીબી પર કર્યો મોટો ખુલાસો

‘મને બહુ દુઃખ થાય છે…’, કપિલ શર્માની ‘બુઆ’એ ખોલી ઇન્ડસ્ટ્રીની કાળી પોલ; સ્ટાર્સનાં સંઘર્ષ અને ગરીબી પર કર્યો મોટો ખુલાસો

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

કપિલ શર્માના લોકપ્રિય કોમેડી શોમાં પોતાની ચુલબુલી અદાઓ અને ‘પિંકી બુઆ’ના પાત્રથી કરોડો લોકોના ચહેરા પર સ્મિત લાવનાર અભિનેત્રી ઉપાસના સિંહ આજે ભાવુક છે. ટેલિવિઝન અને ફિલ્મી પડદે હસતી-હસાવતી આ અભિનેત્રીએ મનોરંજન જગતની એ કાળી બાજુ પરથી પડદો ઉઠાવ્યો છે, જેને સામાન્ય રીતે લોકો નજરઅંદાજ કરે છે. ઉપાસનાએ દુઃખી હૈયે જણાવ્યું કે, જે ઇન્ડસ્ટ્રીને લોકો બહારથી ખૂબ જ આલીશાન અને ગ્લેમરસ સમજે છે, તેની પાછળ મોટું રાઝ છે.

ગ્લેમરની ચમક પાછળ આટલું અંધારું?
ગ્લેમરની ચમક પાછળ આટલું અંધારું?

‘ધ કપિલ શર્મા શો’ની ‘પિંકી બુઆ’ એટલે કે ઉપાસના સિંહે ગ્લેમર ઇન્ડસ્ટ્રીનો એક એવો ચહેરો બતાવ્યો છે જે સાંભળીને દરેક વ્યક્તિ હેરાન છે. તેણે સ્પષ્ટ કહ્યું કે, આ દુનિયા બહારથી જેટલી રંગીન અને ચમકદાર દેખાય છે, અંદરથી એટલી જ ડરામણી અને કડવી છે. ઉપાસનાના જણાવ્યા અનુસાર, આ ગ્લેમર પાછળ કલાકારોનો સખત સંઘર્ષ, ભયાનક ગરીબી અને દરેક પળે વર્તાતી અનિશ્ચિતતા છુપાયેલી હોય છે. ઉપાસનાએ જણાવ્યું કે, લોકોને માત્ર સિતારાઓની ચમક દેખાય છે, પરંતુ તેની પાછળ છુપાયેલા સ્ટ્રગલ અને હેરાનગતી વિશે કોઈ જાણતું નથી.

મુંબઈ જેવા મોંઘા શહેરમાં ખર્ચ ઉઠાવવો મુશ્કેલ

ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં ઉપાસના સિંહે કહ્યું હતું કે, ‘લોકો વિચારે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધું જ સરળ અને ગ્લેમરસ છે. એક્ટર્સ આરામથી જીવી રહ્યા છે, પરંતુ હકીકત ખૂબ અલગ છે. જ્યારે હું સિનેમા, ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશનની જનરલ સેક્રેટરી બની, ત્યારે મને સાચી પરિસ્થિતિની ખબર પડી.’ તેણે જણાવ્યું કે, કેટલાય કલાકારો વર્ષમાં માંડ 1200 રૂપિયા કમાઈ શકે છે. કેટલાકને વર્ષમાં માત્ર ચાર-પાંચ દિવસ જ કામ મળે છે. તેમાં પણ કો-ઓર્ડિનેટર 5,000 રૂપિયાના દૈનિક વેતનમાંથી 25 ટકા કમિશન કાપી લે છે. પેમેન્ટ પણ 90થી 120 દિવસ પછી મળે છે. મુંબઈ જેવા મોંઘા શહેરમાં ભાડું, બાળકોની સ્કૂલ ફી અને ઘરના ખર્ચ ઉઠાવવા તેમના માટે ખૂબ મુશ્કેલ બની જાય છે.

ઉપાસનાએ આગળ કહ્યું હતું કે, ‘TDS કપાયા બાદ અને કો-ઓર્ડિનેટરનું કમિશન આપ્યા પછી હાથમાં કેટલું બચે છે? ઘણીવાર આ કલાકારો પાસે મેડિકલ ખર્ચ માટે પણ પૈસા હોતા નથી. તેઓ ડોક્ટર પાસે જઈ શકતા નથી. પોતાની તબિયતનું ધ્યાન રાખવું પણ તેમના માટે લક્ઝરી બની જાય છે. તેમણે બસ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે. વાતચીત દરમિયાન તે ખૂબ જ ભાવુક થઈને કહ્યું હતું કે, મને ખૂબ દુઃખ થાય છે. ભગવાનની કૃપાથી મને સારું કામ મળ્યું, મેં લીડ રોલ કર્યા, લોકપ્રિય પાત્રો ભજવ્યા અને આશીર્વાદ મળ્યા. પરંતુ જ્યારે મેં આ કલાકારોની હાલત જોઈ, ત્યારે મારું દિલ તૂટી ગયું હતું. હવે અમે એસોસિએશન દ્વારા તેમની સતત મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

ઉપાસના સિંહ લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. તેણે ‘જુડવા’, ‘હલચલ’, ‘હંગામા’, ‘ગોલમાલ રિટર્ન્સ’ અને ‘ચક દે ફટ્ટે’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ટેલિવિઝન પર ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’માં તેના કોમિક રોલ, ખાસ કરીને પિંકી બુઆનું પાત્ર પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય થયું હતું.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/મનોરંજન/

‘મને બહુ દુઃખ થાય છે…’, કપિલ શર્માની ‘બુઆ’એ ખોલી ઇન્ડસ્ટ્રીની કાળી પોલ; સ્ટાર્સનાં સંઘર્ષ અને ગરીબી પર કર્યો મોટો ખુલાસો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *