મજૂર મહિલા સાથે ગેંગરેપ! પતિ સાથે ઝઘડો કરી ઘરેથી નીકળી ને રસ્તો બતાવવાના બહાને નરાધમોએ પીંખી નાખી

મજૂર મહિલા સાથે ગેંગરેપ! પતિ સાથે ઝઘડો કરી ઘરેથી નીકળી ને રસ્તો બતાવવાના બહાને નરાધમોએ પીંખી નાખી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

મથુરાના માંટ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પતિ સાથે વિવાદ પછી ઘરેથી નીકળેલી દિલ્હીની મહિલાને બે યુવકોએ જંગલમાં લઈ જઈને ગેંગરેપ કર્યો હતો. પોલીસે સતર્કતા બતાવતા બંને આરોપીને ઝડપી પાડ્યા છે.

મહિલા સાથે ગેંગરેપ (AI PHOTO)
મહિલા સાથે ગેંગરેપ (AI PHOTO)

ઉત્તર પ્રદેશ: બળાત્કાર અને ગેંગ રેપના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. NCRB એટલે કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલો મુજબ, મહિલાઓ સામેના ગુનાઓમાં દિલ્હી સતત પ્રથમ ક્રમે છે. જોકે, ભારતમાં કુલ ગુનાખોરીના દરમાં વિવિધ વર્ષોમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને આસામ જેવા રાજ્યો પણ મોખરે રહે છે. એવામાં ઉત્તર પ્રદેશમાં એક ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો છે.

રસ્તો બતાવવાના બહાને જંગલમાં લઈ ગયા

મળતી માહિતી મુજબ, મથુરાના માંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હીની રહેવાસી મજૂર મહિલા સાથે બે સ્થાનિક યુવકો રાજકુમાર અને દુર્ગેશે ગેંગરેપ કર્યો હતો. ઘટના ત્યારે બની જ્યારે મહિલા પતિ સાથે ઝઘડો કરીને ઘરેથી નીકળી ગઈ હતી. આરોપીઓએ રસ્તો બતાવવાના બહાને તેને બાઈક પર બેસાડીને તેને જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા.

ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ જપ્ત

ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક ઘેરાબંધી કરી હતી. એન્કાઉન્ટર દરમિયાન મુખ્ય આરોપી રાજકુમારના પગમાં ગોળી વાગી અને તે ઘાયલ થયો હતો. પોલીસે રાજકુમાર અને તેના સાથી દુર્ગેશને પણ પકડી લીધો છે. બંને પાસેથી ગેરકાયદેશર હથિયાર અને કારતૂસ પણ મળી આવ્યા છે.

પતિ સાથેના ઝઘડાથી માનસિક રીતે કંટાળી ઘરેથી નીકળી હતી

પીડિત મહિલા દિલ્હીની રહેવાસી છે. તે મજુરી કામ માટે મથુરા આવી હતી. હાલ તે વૃંદાવનમાં રહી મજૂરી કામ કરે છે. આ દરમિયાન પતિ સાથે કોઈ વાત પર ઝઘડો થયો હતો. વારંવાર થતા ઝઘડાથી માનસિક રીતે કંટાળી ગઈ હતી અને ઘરેથી નીકળી ગઈ હતી. આ સ્થિતિનો લાભ લઈને માંટના રાજકુમાર અને દુર્ગેશે તેને રસ્તામાં લિફ્ટ આપી અને સુમસાન જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી ભાંગી પડેલી મહિલાએ યમુના નદીમાં કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ત્યાં હાજર સ્થાનિક લોકોએ સમયસર બચાવીને તરત પોલીસને જાણ કરી હતી.

આરોપીઓનું એન્કાઉન્ટર, પગમાં મારી ગોળી

માંટના CO સંદીપ કુમારના જણાવ્યા મુજબ, અમને માહિતી મળી હતી કે, આરોપી રાજકુમાર અને દુર્ગેશ બંને કોઈ સુમસામ જગ્યાએ છુપાયેલી છે, આ માહિતીના આધારે અમે એ જગ્યાની ઘેરાબંધી કરી હતી. ખૂદને ઘેરાયેલા જોઈને આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે પણ ગોળી ચલાવી હતી. જેમાં એક રાજકુમાર નામના આરોપીને પગમાં ગોળી વાગી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી દુષ્કર્મમાં ઉપયોગ થયેલો સામાન અને હથિયાર જપ્ત કર્યા છે. પોલીસની આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં લોકોમાં રાહત જોવા મળી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *