મકાનના પાયા ખોદી રહ્યાં હતા મજૂરો, અચાનક જમીનમાંથી મળી જૂનવાણી પેટી, ખોલીને જોયું તો આંખો ફાટી ગઈ

મકાનના પાયા ખોદી રહ્યાં હતા મજૂરો, અચાનક જમીનમાંથી મળી જૂનવાણી પેટી, ખોલીને જોયું તો આંખો ફાટી ગઈ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

આસામના મોરીગાંવ જિલ્લામાં એક નવાઈમાં મૂકી દે એવી ઘટના સામે આવી છે. અહીં દંદુવા વિસ્તારમાં એક જૂના ઘરના કાટમાળની સફાઈ દરમિયાન બ્રિટિશ કાળનો ખજાનો મળી આવ્યો છે.

જમીનમાંથી નીકળ્યો બ્રિટિશ કાળનો ખજાનો
જમીનમાંથી નીકળ્યો બ્રિટિશ કાળનો ખજાનો

આસામના મોરીગાંવ જિલ્લામાં એક નવાઈમાં મૂકી દે એવી ઘટના સામે આવી છે. અહીં દંદુવા વિસ્તારમાં એક જૂના ઘરના કાટમાળની સફાઈ દરમિયાન બ્રિટિશ કાળનો ખજાનો મળી આવ્યો છે. સ્વર્ગીય માધરામ ડેકાના જૂના ઘરને તોડીને તેની સફાઈનું કામ ચાલી રહ્યું હતું, ત્યાર જ મજૂરોને માટી નીચે ધરબાયેલો ભારે ભરખમ લોખંડની પેટી મળી આવી. પરિવારના સભ્યોએ જેવી આ પેટી ખોલી, તેની સાથે જ તેમની આંખો ફાટી ગઈ. પેટીની અંદર બ્રિટિશ કાળના દુર્લભ સિક્કા અને ઘણી ઐતિહાસિક વસ્તુઓ સચવાયેલી હતી.

લોખંડની આ જૂની પેટીને ખોલતાં જ તેમાંથી અનેક દુર્લભ વસ્તુઓ મળી આવી. સૌથી મહત્વપૂર્ણ શોધ 1862ના રાણી વિક્ટોરિયાના શાસનકાળના સિક્કાઓ છે. આ ઉપરાંત, 1918ના બ્રિટિશ ઇન્ડિયાના ચાંદીના ‘વન રૂપિ’ (એક રૂપિયા)ના સિક્કા અને રાજા જ્યોર્જ પ્રથમના સમયના પણ અનેક સિક્કા મળી આવ્યા છે. સિક્કાઓ સાથે પેટીમાં જૂના ચશ્મા અને કેટલીક અન્ય વ્યક્તિગત વસ્તુઓ પણ મળી છે. પેટી પર ‘Okay.C. Trunk & Bucket Manufacturing unit, Fancy Bazar, Gauhati’ લખેલી પિત્તળની એક નેમપ્લેટ લાગી છે, જે તે સમયના ગૌહાટીના વેપારી ઇતિહાસને દર્શાવે છે.

મૃતક માધરામ ડેકાના પૌત્રએ જણાવ્યું કે તેમના દાદા પોતાના સમયમાં ખૂબ મોટા અને પ્રતિષ્ઠિત વેપારી હતા. તેઓ મુખ્યત્વે પિત્તળની થાળી અને કાંસાના વાસણોના મોટા વેપાર સાથે જોડાયેલા હતા. પરિવારનું માનવું છે કે વેપાર દરમિયાન કમાયેલા આ નાણાં અને કિંમતી વસ્તુઓને તેમના દાદાએ સુરક્ષાની દ્રષ્ટિએ આ પેટીમાં રાખીને જમીનમાં છુપાવી દીધી હતી. વર્ષો પછી જ્યારે ઘરમાં સમારકામ અને સફાઈનું કામ શરૂ થયું, ત્યારે આ ઐતિહાસિક વારસો અચાનક સૌની સામે આવી ગયો.

ગામમાં જૂનવાણી સિક્કા મળ્યાની ખબર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે. મોરીગાંવના દંદુવા ગામે આવેલા આ ઘરમાં સેંકડો લોકો આ દુર્લભ સિક્કાઓ જોવા માટે આવી રહ્યા છે. પરિવારજનોએ તરત જ સ્થાનિક ગામબુઢા (ગામના મુખ્ય) અને પ્રશાસનને જાણ કરી હતી અને તેમની હાજરીમાં જ આ વસ્તુઓ જાહેર કરવામાં આવી. હાલમાં આ સિક્કા અને પેટી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, કારણ કે આ માત્ર આર્થિક જ નહીં પણ ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *