ભૂત બંગલા એક્ટર અક્ષય કુમારએ મનપસંદ ફૂડ વિશે કર્યો ખુલાસો, વિરાજ ગેહલાની સાથેની વાતચીતમાં જણાવ્યું

ભૂત બંગલા એક્ટર અક્ષય કુમારએ મનપસંદ ફૂડ વિશે કર્યો ખુલાસો, વિરાજ ગેહલાની સાથેની વાતચીતમાં જણાવ્યું

મનોરંજન ENTERTAINMENT
Spread the love


મનોરંજન ન્યૂઝ | અભિનેતા અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ “ભૂત બાંગ્લા” (Bhoot Bangla) માટે સમાચારમાં છે. તે રિયાલિટી શો “વ્હીલ ઓફ ફોર્ચ્યુન” પણ હોસ્ટ કરી રહ્યો છે. અભિનેતાએ તાજેતરમાં જ તેના મનપસંદ ખોરાક વિશે ખુલાસો કર્યો. તેણે કહ્યું કે તે મોર્ડન ભોજન કરતાં સરળ ટ્રેડિશનલ ભારતીય ખોરાક પસંદ કરે છે.

અક્ષય કુમારને શું સૌથી વધુ શું ભાવે છે?

ડિજિટલ સર્જક વિરાજ ગેહલાની સાથેની વાતચીત દરમિયાન, અક્ષય કુમારે એવોકાડો ટોસ્ટ અને ટ્રફલ પાસ્તા જેવી આધુનિક ખાદ્ય ચીજો પર મજાક ઉડાવી અને ગુજરાતી ભોજન પ્રત્યેના તેમના પ્રેમ વિશે પણ વાત કરી હતી.

વિરાજ એક ગુજરાતી પરિવારમાંથી આવે છે. નાના હતા ત્યારે ઘરે જે ખાવા-પીવાની દિનચર્યાનું પાલન કરતો હતો તેના વિશે વાત કરતાં તેણે કહ્યું, “હું એક ગુજરાતી પરિવારમાંથી આવું છું. અમારા ઘરે પણ એક દિનચર્યા છે.”

તેણે કહ્યું કે, ‘સોમવારે તુવેર દાળ, મંગળવારે રેગ્યુલર દાળ, બુધવારે મગની દાળ, શુક્રવારે કઢી અને શનિવારે અડદની દાળ. આ સાંભળીને અક્ષયે તરત જ આ વાનગી પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, “મને ખરેખર ગુજરાતી ભોજન ખુબજ ભાવે છે. મને ગુજરાતી થાળી પણ ખરેખર સારી લાગે છે.”

અક્ષય કુમારે વિદેશી ભોજનનો આનંદ માણ્યો

વિરાજે કહ્યું કે ઘરે મોસમી વાનગીઓ પણ તેના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ હતી. જો મોસમ હોય તો ઊંધીયુ પણ બનાવવામાં આવે છે. આ દરમિયાન વિરાજે કહ્યું કે જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી મારો ખોરાક બદલાઈ ગયો છે. 

વિરાજે કહ્યું કે ,’હવે હું સોમવારે એવોકાડો અને મંગળવારે ખમીરવાળી બ્રેડ ખાઉં છું. હવે હું ટ્રફલ મશરૂમ પાસ્તા ખાઉં છું. તે ખૂબ મોંઘુ છે અને મને તે ગમતું પણ નથી, પરંતુ મારી પત્ની કહે છે કે મારે તે ખાવું જ જોઈએ.’ આ પર અક્ષયે પૂછ્યું કે તે ખાવાનો શું ફાયદો છે? આ પર વિરાજે કહ્યું કે મને ખબર નથી કે તે ખાવાનો શું ફાયદો છે. અક્ષયે કહ્યું કે પહેલા મને પણ ખબર નહોતી કે એવોકાડો શું છે, પછી મને ખબર પડી કે તે એક અદ્ભુત ફળ છે.

અક્ષય કુમાર મુવીઝ 

અક્ષય કુમારની આગામી ફિલ્મ “ભૂત બાંગ્લા” છે. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ 16 વર્ષ પછી અક્ષય અને પ્રિયદર્શનની મોટા પડદા પર વાપસીનું પ્રતીક છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે. અક્ષયની સાથે વામિકા ગબ્બી, તબ્બુ અને પરેશ રાવલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત અક્ષય પાસે “હૈવાન” અને “ભાગમ ભાગ 2” પણ પાઇપલાઇનમાં છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *