ભારત સામે હારનો ડર? પૂર્વ પાકિસ્તાની દિગ્ગજ બાસિતની વિચિત્ર ઈચ્છા, કહ્યું- IND vs PAK મેચમાં વરસાદ થવો જોઈએ

ભારત સામે હારનો ડર? પૂર્વ પાકિસ્તાની દિગ્ગજ બાસિતની વિચિત્ર ઈચ્છા, કહ્યું- IND vs PAK મેચમાં વરસાદ થવો જોઈએ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

IND vs PAK T20 World Cup 2026: T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સામે પાકિસ્તાનની ટીમ સતત નબળી સાબિત થઈ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે જેમાંથી 7 ભારતે જીતી છે. આ દરમિયાન જો વરસાદના કારણે આજે ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ રદ થાય તો બંને ટીમ સુપર-8 સ્ટેજમાં પહોંચી જશે.

ભારત સામે હારનો ડર?
ભારત સામે હારનો ડર?

IND vs PAK T20 World Cup 2026: ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં રવિવારે (15 ફેબ્રુઆરી)ના રોજ રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ પર વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે. શ્રીલંકાના કોલંબોમાં રમાનારી આ મેચમાં વરસાદ વિલન બની શકે છે. શ્રીલંકાના હવામાન વિભાગ મુજબ, મેચના દિવસે ભારે વરસાદ અને તોફાનની સંભાવના છે. જેના લીધે કરોડો ફેન્સ જે બ્લોકબસ્ટર મુકાબલાની રાહ જોઈ રહ્યા છે તે કદાચ રદ થઈ શકે છે.

પૂર્વ પાકિસ્તાની દિગ્ગજની વિચિત્ર ઈચ્છા

આ દરમિયાન હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ એક ટીવી શોમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે. બાસિત ઈચ્છે છે કે, આ મેચ વરસાદના કારણે ધોવાઈ જાય. તેણે કહ્યું કે, ‘મારી એવી દુઆ છે કે અલ્લાહ વરસાદ કરાવી દે. જો કે, હું ગભરાઈને આવું નથી બોલી રહ્યો.’ આ નિવેદન સામે જ્યારે તેને ફરી પુછાયું કે, શું તમે આ હાઈવોલ્ટેજ મેચ જોવા નથી માંગતા? તો તેણે જવાબ આપ્યો કે હું ઈચ્છું છું કે, વરસાદ થાય.

પાકિસ્તાનને થશે ફાયદો

બાસિતનું માનવું છે કે, જો વરસાદના કારણે મેચ રદ થાય તો પાકિસ્તાનની ટીમને ફાયદો થશે અને તે સુપર-8 સ્ટેજમાં પહોંચી જશે. નિયમ મુજબ, કોઈપણ ટી20 મેચનું રિઝલ્ટ નક્કી કરવા માટે ઓછામાં ઓછી 5-5 ઓવર રમાવવી જરૂરી છે, પરંતુ જો આવું ના થઈ શકે તો મેચ રદ થઈ જશે. ત્યારે ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ અને સુપર-8 સ્ટેજમાં કોઈ રિઝર્વ ડે નથી, જેના લીધે બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. હાલ ભારત અને પાકિસ્તાન તેમના ગ્રુપમાં સરખા પોઈન્ટ પર છે. જોકે, ભારત રન રેટમાં પાકિસ્તાન કરતા આગળ છે. આ દરમિયાન જો મેચ રદ થાય તો બંને ટીમ આગલા સ્ટેજમાં પહોંચી જશે.

કોલંબોમાં વરસાદની સંભાવના

કોલંબોમાં વાદળ ઘેરાયેલા છે અને દિવસમાં વરસાદ થવાની સંભાવના વધુ છે. સાંજે પણ હળવો વરસાદ વરસે તેવી શક્યતા છે. ફેન્સ જ્યારે પૂરા 40 ઓવરની હાઈવોલ્ટેજ મેચ જોવા માંગે છે ત્યારે વરસાદ ફેન્સની ઈચ્છા પર પાણી ફેરવી શકે છે. નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સામે પાકિસ્તાનની ટીમ સતત કમજોર સાબિત થઈ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે જેમાંથી 7 ભારતે જીતી છે. આ દરમિયાન જો વરસાદના કારણે આજે ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ રદ થાય તો બંને ટીમ સુપર-8 સ્ટેજમાં પહોંચી જશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *