ભારત વિ પાકિસ્તાન મેચની ઇકોનોમી : 1.50 લાખ રુપિયા સુધી વેચાઇ રહી છે ફ્લાઇટ ટિકિટ, હોટલ વાળાને પણ ચાંદી

ભારત વિ પાકિસ્તાન મેચની ઇકોનોમી : 1.50 લાખ રુપિયા સુધી વેચાઇ રહી છે ફ્લાઇટ ટિકિટ, હોટલ વાળાને પણ ચાંદી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


T20 World Cup 2026 India Pakistan Match :  ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની મેચ  15મી ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. જો તમે આ મેચ જોવા જવાનું પ્લાન કરી રહ્યા છો, તો તમારે તેના માટે ફ્લાઇટ ટિકિટ માટે લાખો રૂપિયા ચૂકવવા પડશે.

શનિવારને 14 ફેબ્રુઆરીએ મેકમાયટ્રિપની વેબસાઇટ પર દિલ્હી-મુંબઈથી કોલંબો સુધીની સીધી ફ્લાઇટનું ભાડું બતાવવામાં આવ્યું છે, જે મુસાફર માટે 1.45 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 16 ફેબ્રુઆરીએ કોલંબો માટે સીધી ફ્લાઇટનું ભાડું 40-50% વધુ છે.

India Pakistan Match1
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન કોલંબોની ફ્લાઇટ ટિકિટ દર

દિલ્હીથી કોલંબો ફ્લાઇટનું ભાડું

દિલ્હીથી કોલંબો સુધીની સીધી ફ્લાઇટમાં લગભગ 4 કલાકનો સમય લાગે છે. મેચના દિવસે સાંજે 7 વાગ્યા પહેલા એર ઈન્ડિયાનું નોનસ્ટોપ ફ્લાઈટનું ભાડું 1,09,339 રૂપિયા સુધીનું છે. જ્યારે શ્રીલંકન એરલાઇન્સનું ભાડું 65,914 રૂપિયાથી 1,45,219 રૂપિયા બતાવી રહ્યું છે.

India Pakistan Match 2
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન કોલંબોની ફ્લાઇટ ટિકિટ દર

મુંબઈથી કોલંબો ફ્લાઇટનું ભાડું

મુંબઈથી કોલંબો સુધીની સીધી ફ્લાઇટમાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. 14 ફેબ્રુઆરીએ શ્રીલંકન એરલાઇન્સની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું 66,122 રૂપિયા સુધી છે. 15 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યા પહેલા એર ઇન્ડિયાની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું 60,030 રૂપિયા છે.

આ પણ વાંચો – ઉસ્માન તારીકની બોલિંગ પર ઉઠી રહ્યા છે સવાલો, અટકી-અટકીને બોલિંગ, સ્ટેચ્યુ જેવી મુદ્રા અને ચકિંગના આરોપ

હોટલનું ભાડું 1.14 લાખ રૂપિયા સુધી પહોંચ્યું

બીજી બાજુ જો તમે 14 ફેબ્રુઆરી અને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં 3-5 સ્ટાર જેવી મોટી હોટલોમાં 2 લોકો માટે રૂમ બુક કરો છો, તો એક રાતનું ભાડું 1.14 લાખ રૂપિયા સુધીનું છે. જોકે જો તમે નાની હોટલોમાં રહો છો તો 2-3 હજાર રૂપિયામાં પણ રૂમ મળી જાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *