ભારતીય સેનામાં નોકરી કરવા માગતા યુવાનો માટે મોટા સમાચાર, અગ્નિવીર ભરતીને લઈને મહત્વની જાહેરાત

ભારતીય સેનામાં નોકરી કરવા માગતા યુવાનો માટે મોટા સમાચાર, અગ્નિવીર ભરતીને લઈને મહત્વની જાહેરાત

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ભરતી થવા માગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય સેનામાં 25000 અગ્નિવીર ભરતી 2026 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી 2026
ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી 2026

Indian Military Agniveer Bharti 2026 : ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ભરતી થવા માગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય સેનામાં 25000 અગ્નિવીર ભરતી 2026 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2026 છે. બીજા સારા સમાચાર એ છે કે, આ વખતે અગ્નિવીર ભરતીમાં વય મર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. એટલે કે હવે સાડા સત્તર વરસથી 22 વર્ષ સુધીના યુવાનો અરજી કરી શકે છે.

ભારતીય સેના દ્વારા અગ્નિવીર જીડી એટલે કે જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક અને સ્ટોરકીપર ટેકનિકલ, ટ્રેડ્સમેન (10 અને 8 પાસ), સૈનિક ફાર્મા અને સૈનિક ટેકનિકલ નર્સિંગની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઈન અરજી ભારતીય સેનાની વેબસાઈટ joinindianarmy.nic.in પર કરી શકાય છે.

કોણ કરી શકે છે અરજી?

અગ્નિવીર જનરલ ડ્યુટી (GD): ઉમેદવાર 10મું પાસ હોવા જરૂરી છે. કુલ ઓછામાં ઓછા 45% અને દરેક વિષયમાં 33% માર્ક્સ હોવા જોઈએ.

અગ્નિવીર ટેકનિકલ: ઉમેદવાર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મૅથ્સ સાથે 12મું પાસ હોવા જોઈએ. જેમાં કુલ 50% અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ હોવા જોઈએ. અથવા તો 10મા પછી 2 વર્ષનો ITI કોર્સ કરેલો હોવો જોઈએ.

અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેકનિકલ: ઉમેદવારે 12મું 60% માર્ક્સ સાથે પાસ કરેલું હોવું જોઈએ. દરેક વિષયમાં 50% માર્ક્સ હોવા જોઈએ અને અંગ્રેજી અથવા ગણિત/લેખા વિષય અનિવાર્ય છે.

અગ્નિવીર ટ્રેડ્સમેન: ઉમેદવાર 8મું અથવા 10મું પાસ હોવા જોઈએ. દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ હોવા જરૂરી છે.

ક્યારે થશે ઓનલાઈન CEE પરીક્ષા?

અગ્નિવીર ભરતીની લેખિત પરીક્ષા CEE 1 June થી 16 June 2026 વચ્ચે યોજાશે. ત્યારબાદ વિસ્તારવાર ભરતી રેલીની તારીખ જાહેર કરવામાં આવશે.

અગ્નિવીર ભરતી 2026માં પસંદગી પ્રક્રિયા

સૌપ્રથમ ઓનલાઈન લેખિત પરીક્ષા (CEE) લેવામાં આવશે, જે બહુવિકલ્પી પ્રકારની હશે. આ પરીક્ષામાં કોઈ માઇનસ માર્કિંગ નહીં હોય. ત્યારબાદ બીજો તબક્કો આવશે. ઓનલાઈન લેખિત પરીક્ષામાં મળેલા માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે અને તેના આધારે ઉમેદવારને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર પદ માટે ટાઈપિંગ ટેસ્ટ પણ આપવી પડે છે. જેમાં અંગ્રેજી ભાષામાં 30 શબ્દ પ્રતિ મિનિટની ટાઈપિંગ સ્પીડ જરૂરી છે. ટાઈપિંગ ટેસ્ટ પાસ કરનાર ઉમેદવાર આગળની પ્રક્રિયામાં સામેલ થઈ શકે છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/Career/

ભારતીય સેનામાં નોકરી કરવા માગતા યુવાનો માટે મોટા સમાચાર, અગ્નિવીર ભરતીને લઈને મહત્વની જાહેરાત



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *