ભારતીય પ્રતિભાની IT જગતમાં બોલબાલા! રોબોટિક્સ એક્સપર્ટ દેવેન્દ્ર ચપલોટથી એલોન મસ્ક મંત્રમુગ્ધ, તેમની કંપનીમાં કર્યું સ્વાગત

ભારતીય પ્રતિભાની IT જગતમાં બોલબાલા! રોબોટિક્સ એક્સપર્ટ દેવેન્દ્ર ચપલોટથી એલોન મસ્ક મંત્રમુગ્ધ, તેમની કંપનીમાં કર્યું સ્વાગત

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

એલોન મસ્કે પોતાની બે મોટી કંપનીઓ, SpaceX અને xAI માટે ભારતીય એઆઈ અને રોબોટિક્સ એક્સપર્ટ દેવેન્દ્ર ચપલોટની પસંદગી કરી છે. દેવેન્દ્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મસ્ક સાથે ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.

દેવેન્દ્ર ચપલોટ અને એલોન મસ્ક
દેવેન્દ્ર ચપલોટ અને એલોન મસ્ક

Devendra Chaplot Joins Elon Musk Group: ટેક જગતના પ્રખ્યાત બિઝનેસમેન એલોન મસ્કની ટીમમાં વધુ એક ભારતીય ટેલેન્ટનો ઉમેરો થયો છે. IIT બોમ્બેના પૂર્વ વિદ્યાર્થી દેવેન્દ્ર ચપલોટ હવે મસ્કની પ્રતિષ્ઠિત કંપનીઓ SpaceX અને xAI માં પોતાની સેવા આપશે. મસ્કે પોતે દેવેન્દ્રનું સ્વાગત કરતા “Welcome to xAI!” એવી પોસ્ટ કરી હતી. બીજી બાજુ, દેવેન્દ્રએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મસ્ક સાથે ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.

કોણ છે દેવેન્દ્ર ચપલોટ?

દેવેન્દ્રની સફળતાની સફર આઈઆઈટી બોમ્બેથી શરૂ થઈ હતી, જ્યાં તેમણે 2014માં કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા અને વિશ્વવિખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સિટી (CMU) માંથી પીએચડીની ડિગ્રી મેળવી. તેમના રિસર્ચનો મુખ્ય વિષય એવા એઆઈ એજન્ટ્સ અને રોબોટ્સ બનાવવાનો હતો જે માનવીની જેમ સ્વતંત્ર રીતે રસ્તો શોધી શકે અને નિર્ણય લઈ શકે.

અદભૂત રહી કરિયરની સફર

મસ્કની ટીમમાં જોડાતા પહેલા દેવેન્દ્રએ વિશ્વની વિવિધ દિગ્ગજ ટેક કંપનીઓમાં કામ કર્યું છે. તેમણે Samsung (દક્ષિણ કોરિયા)માં શરૂઆતી અનુભવ મેળવ્યો. ત્યાર પછી તેઓ ફેસબૂકમાં જોડાયા. Meta (Fb) AI Analysis ટીમમાં ફેલોશિપ અને અનેક રિસર્ચ પેપર માટે તેમને ઘણાં એવોર્ડ્સ પણ મળ્યા છે. આ ઉપરાંત તેમણે Mistral AI જેવી જાણીતી એઆઈ કંપનીમાં પણ પાયાની ટીમનો હિસ્સો રહી મોટી ભૂમિકા ભજવી હતી.

SpaceX અને xAI માં ભૂમિકા

દેવેન્દ્રએ જણાવ્યું કે તેઓ ફિઝિકલ (SpaceX) અને ડિજિટલ (xAI) ઇન્ટેલિજન્સને જોડવાના મિશન પર કામ કરવા ઉત્સાહિત છે. તેમનું લક્ષ્ય ‘સુપરઇન્ટેલિજન્સ’ વિકસાવવાનું છે જે ભવિષ્યમાં રોબોટિક્સ અને સ્પેસ ટેકનોલોજીના સમન્વયથી અશક્ય લાગતા કામોને શક્ય બનાવશે. દેવેન્દ્ર માને છે કે હાર્ડવેરની ઊંડી સમજ ધરાવતા એલોન મસ્ક જેવા લીડર સાથે કામ કરવું એ તેમના જીવનની એક અનન્ય તક છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/Career/

ભારતીય પ્રતિભાની IT જગતમાં બોલબાલા! રોબોટિક્સ એક્સપર્ટ દેવેન્દ્ર ચપલોટથી એલોન મસ્ક મંત્રમુગ્ધ, તેમની કંપનીમાં કર્યું સ્વાગત



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *