Zelo Knight+ Rani Version Launch : ભારતના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં વધુ એક સ્કૂટરની એન્ટ્રી થઇ છે. ZELO ઇલેક્ટ્રિક કંપનીએ નાઈટ+ રાની એડિશન લોન્ચ કરી છે, જે તેના ફ્લેગશિપ ઇલેક્ટ્રિક સ્કૂટરનું લિમિટેડ-એડિશન વેરિઅન્ટ છે. તે ફક્ત બેબી પિંક કલરમાં ઉપલબ્ધ છે.
કંપનીએ દેશભરમાં તેના પ્રોડક્શનને 999 યુનિટ સુધી મર્યાદિત કરી દીધા છે. તેના અધિકૃત ડીલર નેટવર્ક દ્વારા બુકિંગ શરુ છે. આ એડિશન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની એક્સ-શોરૂમ કિંમત 69,990 રુપિયા છે, આ સ્ટાન્ડર્ડ નાઈટ+ મોડલના બરાબર છે.
સિંગલ ચાર્જ પર 100 કિમીની રેન્જ
રાની એડિશન બેઝ પ્લેટફોર્મના બધા જ ફીચર સેટ અને સ્પેસિફિકેશન્સ છે, જ્યારે લિમિટેડ-એડિશન સ્ટેટસ ફક્ત કલર અને ફિનિશ સુધી મર્યાદિત છે. મેકેનિકલ રીતે આ સ્કૂટર ઓગસ્ટ 2025 માં લોન્ચ કરાયેલ નાઈટ+ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે.
તેમાં 1.8 kWh પોર્ટેબલ લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી છે, જેનો દાવો 100 કિમી રેન્જનો છે. તેમાં 1.5 kW મોટર અને ટોપ સ્પીડ 55 km/h સુધી છે. ખાસ વાત એ છે કે તેમાં રિમૂવેબલ બેટરી મળે છે, જે તમે કાઢીને ક્યાંય ચાર્જ કરી શકો છો.
આ પણ વાંચો – POCO C85x 5G ફોન આ દિવસે ભારતમાં લોન્ચ થશે, કંપનીએ દેખાડ્યો ફર્સ્ટ લૂક
કેટલાક નવા ફિચર્સ ઉમેર્યા
સ્કૂટરમાં હિલ હોલ્ડ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ, ફોલો-મી-હોમ હેડલેમ્પ અને USB ચાર્જિંગ પોર્ટ સહિત અનેક સેગમેન્ટ-ફર્સ્ટ ફિચર્સ છે. આ બધા ફિચર્સ રાઇડિંગ કરતી વખતે ખૂબ ઉપયોગી છે. જ્યારે ચઢાણ હોય અને ટ્રાફિક જામ થાય ત્યારે હિલ હોલ્ડ ઘણું ઉપયોગી છે. વધુમાં ક્રુઝ કંટ્રોલ સ્કૂટરની રેન્જમાં સુધારો કરે છે.
