ભારતનો આ સ્ટાર ખેલાડી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ ટી 20 મેચમાંથી બહાર, જાણો કેમ

ભારતનો આ સ્ટાર ખેલાડી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ ટી 20 મેચમાંથી બહાર, જાણો કેમ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IND vs NZ Collection : ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી પહેલા ભારતીય ટીમને ફટકો પડ્યો છે. તિલક વર્મા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ ટી 20 મેચમાંથી બહાર થઇ ગયો છે.  બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન તિલક વર્મા વિશે સંપૂર્ણ માહિતી આપી છે. ગુરુવારે સમાચાર બહાર આવ્યા કે તેની સર્જરી કરવામાં આવી છે અને તેને આગામી ત્રણ-ચાર અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી શકે છે. હવે બોર્ડે તેને ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટી-20 શ્રેણીની શરુઆતની ત્રણ મેચમાંથી બહાર રાખ્યો છે. અંતિ બે ટી 20 બે મેચમાં તેના રિકવર પ્રમાણે નિર્ણય કરવામાં આવશે.

બીસીસીઆઈએ શું કહ્યું

બીસીસીઆઈએ તિલક વર્માની કંડીશન અંગે પોસ્ટ કરતી વખતે સંપૂર્ણ માહિતી શેર કરી છે. બોર્ડે સચિવ દેવજીત સૈકિયાના હવાલાથી જાહેર એક નિવેદનમાં જણાવ્યું હતું કે તિલક વર્માની એબ્ડોમિનલ ઇશ્યુના કારણે બુધવારે 7 જાન્યુઆરીએ રાજકોટમાં સર્જરી કરવામાં આવી હતી. ગુરુવારે સવારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને શુક્રવારે હૈદરાબાદ જવા રવાના થશે. તેની હાલત હાલમાં સ્થિર છે અને તે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. 

તેમાં આગળ કહ્યું કે તિલક વર્મા પોતાની ફિઝિકલ ટ્રેનિંગ ત્યારે શરુ કરશે જ્યારે તે તેની સર્જરીના ઘાવ અને બીમારીના લક્ષણોથી સંપૂર્ણ રીતે મુક્ત થઇ જાય. તે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી બહાર રહેશે. છેલ્લી બે મેચમાં તેની વાપસી તેની ફિટનેસ અને ટ્રેનિંગ દરમિયાન રિકવરી પર રહેશે. 

કોઈ રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી નથી

બીસીસીઆઈએ હજુ સુધી આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. બોર્ડના જણાવ્યા અનુસાર હાલ તિલક વર્માના રિપ્લેસમેન્ટની જરુર નથી અને ટીમમાં મિડલ ઓર્ડરમાં રિંકુ સિંહ, ઈશાન કિશન, શિવમ દુબે, હાર્દિક પંડયા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ છે. વાઈસ કેપ્ટન અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર જેવા ઓલરાઉન્ડર્સ પણ લોઅર ઓર્ડરને સંભાળનારી ટીમનો ભાગ છે.

આ પણ વાંચો – ન્યૂઝીલેન્ડ સામે વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, શ્રેયસ ઐયર, સિરાજની વાપસી

ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહ, અભિષેક શર્મા, તિલક વર્મા, અક્ષર પટેલ (વાઇસ કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *