દ્વારકા: શહેરમાં ફરી આખલાનો આતંક સામે આવ્યો. દ્વારકાધીશના જગત મંદિરની 56 સીડી નજીક ભીડ વચ્યે અચાનક આખલો ઘૂસી ગયો. હજારો યાત્રિકોની વચ્ચે આખલાઓ જોવા ઘુસતા દોડધામ મચી ગઈ. આખલાને જોઈ ભીડમાં ભક્તો ગભરાઈ ગયા અને નાસભાગ કરવા લાગ્યા. દ્વારકાધીશના દર્શને રોજ દૂર દૂરથી હજારો ભક્તો આવે છે. રખડતા ઢોરના આતંકથી ઘણીવાર નાસભાગ થઈ જાય છે. જોકે અવારનવાર આવી ઘટનાઓ થતી હોવા છતાં તંત્ર કોઈ યોગ્ય પગલાં નથી લઈ રહ્યું. મંદિર વિસ્તારમાં આખલાના આતંકને લઈને યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Source link
