Final Up to date:
સની દેઓલની આ દિવસોમાં ‘બોર્ડર 2’ ટોપ પર છે. લેટેસ્ટમાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જો કે આ સ્ક્રીનિંગમાં સની દેઓલ એની બન્ને બહેનો ઇશા અને અહાના સાથે જોવા મળ્યો. જો કે આ વીડિયો વાયરલ થઈ રહી છે.
સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર 2’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રવિવારના રોજ સાંજે મુંબઈમાં રાખવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન એક ખાસ પળ જોવા મળી જેમાં સની દેઓલની સાથે એની બન્ને બહેનો ઇશા દેઓલ અને અહાના દેઓલ પણ જોવા મળી હતી. પિતા ધર્મેન્દ્રના નિધન પછી પહેલીવાર ત્રણેય ભાઈ-બહેન સાથે જોવા મળ્યા હતા. આ ખાસ પળે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.
સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજિત દૌસાંઝ સ્ટારર બોર્ડર 2ના રિલીઝનો આજે ચોથો દિવસ છે. રિલીઝના ત્રણ દિવસોમાં ફિલ્મએ છપ્પરફાડ કમાણી કરી છે. ફિલ્મ લગભગ સો કરોડની આસપાસ પહોંચી ગઈ છે. રિલીઝના ત્રીજા દિવસે મુંબઈમાં ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં ત્રણેય ભાઈ-બહેન સાથે જોવા મળ્યા હતા. આ સ્ક્રીનિંગમાં સની, આહાના અને ઇશા દેઓલ સાથે સ્પોટ થયા હતા.
સની-ઇશા અને અહાનાએ આપ્યા હટકે પોઝ
રવિવારના રોજ થયેલા બોર્ડર 2ના સ્પેશિયલ સ્ક્રીનિંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સની દેઓલ સ્ક્રીનિંગ દરમિયાન એની બન્ને બહેનો ઇશા દેઓલ અને અહાના દેઓલના હાથ પકડતો જોવા મળે છે. પિતાના નિધન પછી પહેલીવાર ત્રણેય ભાઈ-બહેન સાથે જોવા મળ્યા. જો કે આ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.
સનીને સપોર્ટ કરવા પહોંચી બે બહેનો
પિતા ધર્મેન્દ્રના નિધન પછી ઇશા, સની અને અહાના સાથે જોવા મળ્યા. શરૂઆતથી જ દેઓલ પરિવાર એની પર્સનલ લાઇફને લઈને લાઇમલાઇટથી દૂર રહે છે. વર્ષ 2023માં સની દેઓલ ફિલ્મ ગદર 2ના સ્ક્રીનિંગ દરમિયાન ત્રણેય સાથે જોવા મળ્યા હતા. આમ બન્ને બહેનો બીજીવાર પોતાના ભાઈને સપોર્ટ કરવા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રના નિધન પછી અલગ-અલગ પ્રેયર મીટને લઈને દેઓલ પરિવાર ખૂબ ચર્ચામાં રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર એ વાત જાણવા મળી હતી કે આ લોકો વચ્ચે અણબનાવ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં હેમા માલિનીએ એ સ્પષ્ટ કર્યું હતું કે આવું કંઈ છે નહીં. પરંતુ હવે ત્રણેય સાથે જોવા મળતા અફવાઓ પર બ્રેક લાગી ગઈ છે.
Mumbai,Maharashtra

