વિદેશમાં નોકરીની લાલચે જતા લોકો માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા આખરે વતન પરત ફરી છે. મહિલાને એક એજન્ટે સ્ટ્રોબેરી પેકિંગની નોકરી અને દર મહિને 50થી 60 હજારના પગારની લાલચ આપીને બેલારુસ મોકલી હતી. પણ ત્યાં પહોંચ્યા પછી કંઈક અલગ જ થયું. સ્ટ્રોબેરીના ખેતરોને બદલે તેને તબેલામાં કામ કરવા મજબૂર કરાઈ. પરિવારની ગરીબી દૂર કરવા ગયેલી આ મહિલા માંડ-માંડ વતન પરત ફરી છે.
Source link
