ગુજરાતમાં દારુબંધી છતાં ગેરકાયદે દારૂની હેરાફેરી માટે નવી નવી તરકીબ અજમાવતા બૂટલેગરોનો ખંભાળિયા પોલીસે પર્દાફાશ કર્યો. દ્વારકાના ખંભાળિયામાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવી તરકીબ શોધી કાઢી. ઓટો રીક્ષામાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો. ઓટો રીક્ષામાં તપાસ કરી તો દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. જામનગર તરફથી દારૂની હેરાફેરી કરતા યુવકને DYSP અને સ્ટાફે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઓટો રીક્ષામાં સ્પીકરના ખાનાની તપાસ કરતા તેમાંથી દારૂની 84 બોટલ મળી આવી. પોલીસે દારૂનો જથ્થો અને રીક્ષા જપ્ત કરી પિયુષ ડેર નામના યુવકની ધરપકડ કરી લીધી.
Source link
