smriti mandhana-palash muchhal : ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુંચલના લગ્ન 23મી નવેમ્બર, 2025ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં યોજાવાના હતા,. જોકે તેને અચાનક રદ કરવામાં આવ્યા હતા. અગાઉ અહેવાલ આવ્યા હતા કે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા, પરંતુ 7 ડિસેમ્બર, 2025 ના રોજ, સ્મૃતિએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે હવે લગ્ન થવાના નથી. આની પાછળ ઘણા કારણો હતા, પલાશ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે સ્મૃતિ સાથે ચીટિંગ કરી હતી, જોકે સ્મૃતિ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી ન હતી. તેણે આજ સુધી તેના લગ્ન તૂટવાનું કારણ જાહેર કર્યું નથી. પરંતુ હવે અભિનેતા નિર્માતા વિદન્યાન માનેએ એવો દાવો કર્યો છે કે પલાશ એક યુવતી સાથે રંગે હાથ પકડાયો હતો, જેના કારણે એનું લગ્નજીવન તૂટી ગયું હતું.
વિદન્યાન માનેએ મુચ્છલે પર એક ફિલ્મમાં રોકાણ કરવા અંગે 40 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે અને મહારાષ્ટ્રના સાંગલીમાં ફરિયાદ નોંધાવી છે. આ દરમિયાન તેણે એ પણ આરોપ લગાવ્યો છે કે ગાયક-સંગીતકાર પલાશ મુચ્છલે ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે ચીટિંગ કરી છે.
પલાશ વિશે મોટો દાવો
હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં, માનેએ કહ્યું કે હું લગ્નના સમારોહમાં (23 નવેમ્બર, 2025) હાજર હતો જ્યારે તે બીજી મહિલા સાથે બેડ પર રંગે હાથ પકડાયો હતો. તે એક ભયાનક દ્રશ્ય હતું, ભારતીય મહિલા ક્રિકેટરોએ તેને જોરદાર માર માર્યો હતો. તેમનો આખો પરિવાર ચિંદી ચોર છે. મને લાગ્યું કે તે પરણી જશે અને સાંગલીમાં સ્થાયી થઈ જશે, પણ આ બધું મારા માટે ઉલટું પડ્યું હતું. માને કહ્યું કે તે સ્મૃતિનો બાળપણનો મિત્ર છે અને મંધાના પરિવાર દ્વારા પલાશને મળ્યો હતો.
તેણે આગળ દાવો કર્યો હતો કે તેને પરિવાર તરફથી ધમકીઓ મળી રહી છે અને એને ચેતવણી આપી હતી કે એ હવે આ ફિલ્મનો હિસ્સો નહીં બને. એણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થવાની તૈયારી હોવા છતાં આવું થઈ રહ્યું છે. ગયા મહિને જ્યારે હું તેની માતા (અમિતા મુચ્છલ)ને મળ્યો ત્યારે તેણે મને કહ્યું હતું કે ફિલ્મ રિલીઝ કરવા માટેનું બજેટ હવે વધીને 1.5 કરોડ રૂપિયા થઈ ગયું છે. તેમણે મને 10 લાખ રૂપિયાનું વધુ રોકાણ કરવાનું કહ્યું, નહીં તો મને કોઈ પૈસા પાછા મળશે નહીં. તેમણે મને બ્લેકમેઇલ કરવાનું શરુ કર્યું હતું અને મને ફિલ્મમાંથી દૂર કરવાની ધમકી આપી હતી એટલે મને ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો – તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા આ શો માં સાથે જોવા મળ્યા હતા જેઠાલાલ અને બબીતા
પલાશ સામેના આક્ષેપોને આગળ વધારતા માનેએ કહ્યું કે, વારંવાર તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં તેના તરફથી કોઈ સીધો જવાબ મળ્યો નથી. લગ્ન રદ થયા પછી, પરિવારે મને દરેક જગ્યાએથી અલગ કરી દીધો હતો. મને જાણવા મળ્યું કે ફિલ્મના અન્ય કલાકારોને પણ તેમના લેણાં મળ્યા નથી. મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર્સ પ્રોડ્યુસરોને છેતરતા વિશે સાંભળ્યું હતું, પરંતુ આ એકદમ ચોરી છે.
પલાશ મુચ્છલે ષડયંત્ર ગણાવ્યું
પલાશ મુચ્છલે આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું કે સાંગલીના રહેવાસી વિદન્યાન માને દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા આક્ષેપોના સંદર્ભમાં, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારી વિરુદ્ધ કરવામાં આવેલા આ તમામ દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા અને તથ્યહીન છે. આ આરોપો મારી છબીને બદનામ કરવાના દુર્ભાવનાપૂર્ણ ઇરાદાથી કરવામાં આવ્યા છે અને તેને પડકાર્યા વિના છોડવામાં આવશે નહીં. મારા વકીલ શ્રેયાંશ મિથારે તમામ કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે અને આ મામલાને યોગ્ય કાનૂની માધ્યમો દ્વારા જ કાર્યવાહી કરવામાં આવશે.
વકીલે શું કહ્યું?
આ આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા પલાશ મુચ્છલના વકીલ શ્રેયાંશ મિથારેએ આક્ષેપોને સખત રીતે નકારી કાઢ્યા હતા અને આક્ષેપોની વિશ્વસનીયતા અને સમય પર સવાલ ઉઠાવ્યા હતા. મિઠારેએ પોતાના નિવેદનમાં કહ્યું કે વિદન્યાન માને દાવો કરી રહ્યો છે કે તેણે અમને પૈસા આપ્યા છે, પરંતુ આ ચુકવણી ચેક અથવા બેંક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવી હોવાના કોઈ પુરાવા નથી. જ્યાં સુધી પલાશ બીજી મહિલા સાથે પકડાયો હોવાના આક્ષેપોનો સવાલ છે, તો પુરાવા ક્યાં છે? અમે આ વ્યક્તિને વ્યક્તિગત રીતે પણ ઓળખતા નથી. અમારી સ્મૃતિના પિતા શ્રીનિવાસ દ્વારા તેની ઓળખાણ થઇ હતી. અમારો તેની સાથે કોઈ સીધો સંબંધ નથી. સૌથી મોટો સવાલ એ છે કે તેઓ આટલા લાંબા સમય સુધી ચૂપ કેમ રહ્યા? લગ્ન રદ થયા બાદ જ તે બહાર આવ્યો છે. હાલમાં પલાશ પોતા કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યો છે.
