Final Up to date:
સોશિયલ મીડિયા પર એક કાકાનો બાહુબલી પાણીપુરી ખાતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમની સાથે કંઈક એવું થાય છે જે જોઈને તમને પણ હસવું આવી જશે.
પાણીપુરી ખાવી કોને ન ગમે. ખાસ કરીને જે વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોય તેને તો પાણીપુરી સૌથી વધારે પ્રિય હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને તમે પણ હસી પડશો. વીડિયો જોઈને તમે સમજી જશો કે આવી પાણીપુરી પહેલા તમે ક્યારેય પણ ખાધી નહીં હોય. તમે સોશિયલ મીડિયા પર બાહુબલી પાણીપુરીના વીડિયો જોયા હશે ત્યારે આવો જ એક વીડિયો હાલ વાયરલ થયો છે.
વાયરલ થયેલા વીડિયોમાં કાકા નોર્મલ પાણીપુરી નથી ખાઈ રહ્યા પરંતુ એક વિશાળ પાણીપુરી ખાવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પાણીપુરી ઉઠાવવા માટે પણ તેમને બંન્ને હાથનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જોવામાં આ પાણીપુરી એક વાટકી જેવી લાગે છે. જોકે પહેલી નજરમાં જ એ વાત સમજી જવાય કે આ પાણીપુરી મોઢામાં મૂકવી સરળ નથી.
કાકા પૂરા આત્મવિશ્વાસ સાથે આ પાણીપુરી ખાય છે. જેવી તે મોઢામાં મૂકે છે કે પાણીપુરી ભાંગી જાય છે અને તેનું બધું પાણી તેમના સ્વેટર પર પડે છે. પાણી એવી રીતે પડે છે કે તેમના સ્વેટરનો કલર પણ લીલો થઈ જાય છે. આ જ કારણે આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને જોઈને લોકો હસી પડ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો foody_rahul_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ પાણીપુરી સામાન્ય પાણીપુરી જેવી નથી પણ 4 થી 5 પાણીપુરી ભેગી કરીએ તેટલી છે. વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં ખાસ કરીને યુઝર્સ દ્વારા કોમેન્ટમાં પોતાની રમૂજી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

