બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા મોટો હોબાળો: પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ, કર્ફ્યૂ જેવો માહોલ

બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા મોટો હોબાળો: પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ, કર્ફ્યૂ જેવો માહોલ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

પોલીસે ચીફ એડવાઇઝર ડો. મોહમ્મદ યુનુસના સત્તાવાર નિવાસ બહાર એકઠા થયેલા પ્રદર્શનકારીઓને ખદેડવા માટે ટિયર ગેસ, વોટર કેનન અને સાઉન્ડ ગ્રેનેડનો ઉપયોગ કર્યો.

News18
News18

ઢાકા: બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના ઠીક છ દિવસ પહેલા હિંસાની આગ ફાટી નીકળી છે. શુક્રવારે ઢાકામાં ત્યારે હોબાળો થઈ ગયો, જ્યારે પોલીસે ઇન્કલાબ મંચના વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો. પ્રદર્શનકારીઓ પોતાના નેતા ઉસ્માન હાદીની હત્યાના આરોપીઓને કડક સજા અપાવવાની માગ કરી રહ્યા હતા.

પોલીસે ચીફ એડવાઇઝર ડો. મોહમ્મદ યુનુસના સત્તાવાર નિવાસ બહાર એકઠા થયેલા પ્રદર્શનકારીઓને ખદેડવા માટે ટિયર ગેસ, વોટર કેનન અને સાઉન્ડ ગ્રેનેડનો ઉપયોગ કર્યો. આ હિંસક અથડામણમાં 50થી વધારે લોકો ઘાયલ થઈ ગયા, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ચીફ એડવાઇઝરના ઘરની બહાર યુદ્ધ જેવી સ્થિતિ

પ્રદર્શનકારી સ્ટેટ ગેસ્ટ હાઉસ જમુનાનો ઘેરાવ કરવાની કોશિશ કરી રહ્યા હતા. પોલીસે બેરિકેડ્સ લગાવી તેમને રોક્યા. જ્યારે પ્રદર્શનકારીઓએ આગળ વધવાની કોશિશ કરી તો પોલીસે લાઠીઓ વરસાવી અને ટિયર ગેસના ગોળા છોડ્યા. ડેઇલી સનના રિપોર્ટ અનુસાર, ઇન્કલાબ મંચે ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે પોલીસે ફાયરિંગમાં તેના સભ્ય સચિવ અબ્દુલ્લા અલ જાબેરને ગોળી વાગી છે. વળતા જવાબમાં પ્રદર્શનકારીઓએ પણ પોલીસ પર ઇંટ-પથ્થર ફેંક્યા, જેનાથી સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ.

સરકારી કર્મચારીઓને પણ છોડ્યા નહીં

ખાલી છાત્ર જ નહીં શુક્રવાર બપોરે પોતાની માગને લઈને પ્રદર્શન કરી રહેલા સરકારી કર્મચારીઓ પર પણ પોલીસ કહેર બનીને તૂટી પડી. 9મા પગાર પંચને લાગુ કરવાની માગ કરી રહેલા કર્મચારીઓને પણ પોલીસે લાઠીઓ અને ટિયર ગેસથી ખદેડવાની કોશિશ કરી હતી.

ચૂંટણી પહેલા ઢાકામાં કર્ફ્યૂ જેવો માહોલ

બાંગ્લાદેશમાં તણાવ ચરમ પર છે. ઉસ્માન હાદીનું ડિસેમ્બરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જે બાદ ગુસ્સો વધી ગયો. ચૂંટણીને જોતા ઢાકામાં સુરક્ષા વધારી દીધી છે. પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરી છે. ચીફ એડવાઇઝરના આવાસની આજુબાજુમાં કર્ફ્યુ લગાવી દીધો છે અને કોઈ પણ પ્રકારના પ્રદર્શન પર રોક લગાવી દીધી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *