રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી શાળા, કોર્ટ, પોસ્ટ ઓફિસ સહિતના સ્થળોએ બ્લાસ્ટ થવાના ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ખરેખર એક ભેદી ધડાકો થયો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થયો છે. જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે પાલડીમાં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે ધડાકાની તીવ્રતાને કારણે સ્થાનિક લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. તો બાજુમાં રહેલ એક બોર્ડને નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ગરમીના લીધે સિલિકોન સ્પ્રેમાં બ્લાસ્ટ થયો હોવાનો અંદાજ છે. જોકે હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ આદરી છે.
Source link
