Final Up to date:
આ વખતે કેન્દ્રીય બજેટ 2026 ખાસ છે કારણ કે, 1 ફેબ્રુઆરીએ સાપ્તાહિક રજા એટલે કે રવિવાર આવે છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તાજેતરમાં તે અંગે મૂંઝવણ દૂર કરી હતી અને પુષ્ટિ કરી હતી કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે બજેટ રજૂ કરશે.
નવી દિલ્હીઃ દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે. ખાસ વાત એ છે કે, નાણામંત્રી નિર્મલા સિતારમણ આ વખતે રવિવારે બજેટ રજૂ કરશે. બજેટમાં કરવામાં આવેલી અસંખ્ય જાહેરાતોની સાથે લોકો બજેટના દિવસે શેરબજારના કારોબાર પર પણ નજીકથી નજર રાખે છે. કેટલીક જાહેરાતો માર્કેટમાં અચાનક ઉછાળો લાવી શકે છે, તો કેટલીક જાહેરાતો બજારના સેન્ટિમેન્ટને નબળો પાડી શકે છે અને તૂટી શકે છે. છેલ્લા 10 વર્ષના ડેટા પર નજર કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી પાંચ વખત મજબૂત વધારા સાથે બંધ થયા છે, ચાર વખત ઘટ્યા છે અને એક વખત ફ્લેટ ક્લોઝિંગ કરી છે.
આ વર્ષે બજેટ રવિવારે રજૂ થશે
આ વખતે કેન્દ્રીય બજેટ 2026 ખાસ છે કારણ કે, 1 ફેબ્રુઆરીએ સાપ્તાહિક રજા એટલે કે રવિવાર આવે છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તાજેતરમાં તે અંગે મૂંઝવણ દૂર કરી હતી અને પુષ્ટિ કરી હતી કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થાય તે પહેલાં ટેરિફ જેવા વિવિધ ગ્લોબલ પરિબળોને કારણે ભારતીય શેરબજારમાં ઘણી ઉથલપાથલ મચેલી છે. સામાન્ય રીતે બજેટના દિવસે, લોકોની નજર માર્કેટની પર્ફોમેન્સ પર હોય છે, તેથી તે જોવું રસપ્રદ રહેશે કે, શું વર્તમાન વધઘટ 2026ના બજેટના દિવસે પણ યથાવત રહેશે.
ગત વર્ષે કેવી હતી સ્થિતી?
સંસદમાં કેન્દ્રિય બજેટ 2025-2026 રજૂ થયા બાદ ગત વર્ષે 1 ફેબ્રુઆરી 2025ના રોજ ખૂબ મોટા પ્રમાણમાં અસ્થિરતા જોવા મળી હતી અને અંતે Sensex-Niftyએ ફ્લેટ ક્લોઝિંગ કરી હતી. માર્કેટની શરૂઆત પોઝિટીવ રહી હતી, પરંતુ અંતે 30 સ્ટોક્સવાળો સેન્સેક્સ માત્ર 5.39 પોઇન્ટ વધીને 77,505.96 પર બંધ થયો, તો NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 26.25 પોઇન્ટના ઘટાડા સાથે 23482.15 પર આવી ગયા હતો.
2024માં ઘટાડો અને 2023માં તેજી
ગત વર્ષે, 23 જુલાઈ, 2024ના રોજ, બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીના કેપિટલ ગેઇન્સ ટેક્સ અંગેના ભાષણને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં અચાનક તીવ્ર ઘટાડો થયો. સેન્સેક્સ 1,200 પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી 400 પોઈન્ટ ઘટ્યો. માર્કેટ બંધ થવા સુધીમાં રિકવરી જોવા મળી, પરંતુ બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા.
2023માં, 1 ફેબ્રુઆરીના રોજ, BSE સેન્સેક્સ 1,223 પોઈન્ટ વધીને 60,773 પર પહોંચ્યો, પરંતુ અંતે તેનો પ્રારંભિક લાભ ગુમાવી દીધો, ફક્ત 158 પોઈન્ટના વધારા સાથે 59,708 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 46 પોઈન્ટ ઘટીને 17,616.30 પર બંધ થયો હતો.
2016-2022 સુધી બજેટના દિવસે માર્કેટની ચાલ
| વર્ષ | સેન્સેક્સ | નિફ્ટી |
| 2022 | 848 અંક ઉછળ્યો | 237 અંક ઉછળ્યો |
| 2021 | 2300 અંક ઉછળ્યો | 647 અંક ઉછળ્યો |
| 2020 | 988 અંક ઘટ્યો | 300 અંક ઘટ્યો |
| 2019 | 212 અંક ઉછળ્યો | 62.7 અંક ઉછળ્યો |
| 2018 | 839 અંક ઘટ્યો | 256 અંક ઘટ્યો |
| 2017 | 486 અંક ઉછળ્યો | 155 અંક ઉછળ્યો |
| 2016 | 152 અંક ઘટ્યો | 42.7 અંક ઘટ્યો |
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Ahmedabad,Gujarat
Jan 26, 2026 10:05 AM IST

