આટલું જ નહીં સમગ્ર મામલે કોળી સમાજના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ બહોળી સંખ્યામાં સમાજના લોકો સાથે પીડિત નવનીત બાલધિયાને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તેમણે આ મામલે ન્યાય માટે આશ્વાસન આપ્યું હતું. આ સમયે હીરાભાઈ સોલંકીએ જાહેરમાં કહ્યું કે, જે ચમરબંધી હશે તેને સજા અપાવવાની છે, હું એટલા માટે અહીં આવ્યો છું. ભવિષ્યમાં કોઈ કોળી સમાજનું નામ ન લે, કોળી સમાજે બહુ સહન કર્યું છે, અને કોળી સમાજ પર અન્યાય સહન નહીં થાય.

