New Volkswagen Taigun Facelift Launch In India: જર્મન ઓટો કંપની ફોક્સવેગન આખરે નવી ફોક્સવેગન ટાઇગુન (Volkswagen Taigun) ફેસલિફ્ટ ભારતમાં લો્ચ કરી દીધી છે. આ કોમ્પેક્ટ SUVનું પ્રથમ મોટું ફેસલિફ્ટ અપડેટ છે, જેમા Tiguan અને Tayron થી પ્રેરિત નવી ફ્રન્ટ ડિઝાઇન આવે છે. નવી ફોક્સવેગન કારમાં ઘણા એડવાન્સ ફીચર્સ, 6 એરબેગ, 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને દમદાર TSI એન્જિન તેને ખાસ બનાવી છે. માત્ર 11,000 રૂપિયાના ડાઉનપેમેન્ટથી Volkswagen Taigunનું પ્રી બુકિંગ કરાવી શકાય છે.
Volkswagen Taigun કિંમત અને પ્રી બુકિંગ
Volkswagen ટાઇગુન કારનું પ્રી બુકિંગ શરૂ થઇ ગયું છે. ફોક્સવેગન કંપનીની સત્તાવાર વેબસાઇટ કે ઓથોરાઇઝ્ડ ડીલર શોરૂમમાં પ્રો બુકિંગ થઇ શકે છે. નવી ફોક્સવેગન Taigun કારની પ્રી બુકિંગ એમાઉન્ટ વેરિયન્ટ મુજબ 11,000 થી 50,000 રૂપિયા સુધી છે. જો કે કંપનીએ હજી સુધી તેની સત્તાવાર કિંમત જાહેર કરી નથી. પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ Volkswagen Taigunની એક્સ શોરૂમ કિંમત ₹ 10.99 લાખથી ₹ 19.19 લાખ સુધી હોઇ શકે છે.
Volkswagen Taigun ડિઝાઇન
ફોક્સવેગન ટાઇગુન ફેસલિફ્ટની ડિઝાઇન ઘણી આક્રમક અને પ્રીમિયમ છે. ફ્રન્ટમાં નવા બમ્પર, સ્લીર ગ્રિલ, કનેક્ટેડ એલઇડી હેડલેમ્પ અને એલ્યૂમિનેટેડ VW લોગો આપ્યો છે, જે મોટા Tiguan મોડલથી પ્રેરિત છે. GT વેરિયન્ટમાં બ્લેક ફિનિશ સાથે સ્પોર્ટિયર લુક મળે છે. નવા કલર ઓપ્શન જેવા કે રેડ, વ્હાઇટ, સિલ્વર અને નવા ગ્રીન શેડમાં ઉપલબ્ધ છે.
ફોક્સવેગન ટાઇગુનમાં 17 – 18 ઇંચના એલોય વ્હીલ્સ અને રિયરમાં LED ટેલલેમ્પ સાથે લાઇટ બાર આપી છે. ઓવરઓલ લુક વધારે મોર્ડન, બોલ્ડ અને પ્રીમિયમ લાગે છે, જે ભારતીય રોડ પર ધમાલ મચાવી શકે છે. ગ્રાન્ડ ક્લિયરન્સ લગભગ 188 mm છે, જે શહેર અને હાઇવે પર ચલાવવા માટે યોગ્ય છે.
Each drive has a sense.
This one brings it again.The brand new Taigun.
Engineered for the way in which you wish to drive.#NewTaigun#VolkswagenIndia#Volkswagenpic.twitter.com/4WyBzzYNL6— Volkswagen India (@volkswagenindia) April 10, 2026
Volkswagen Taigun ઇન્ટિરિયર
Volkswagen Taigunના ઇન્ટિરિયરની વાત કરીયે તો રિફ્રેશ્ડ ડેશબોર્ડ, ડ્યુઅલ ટોન પ્રીમિયમ મટિરિયલ્સ, લેધરે સીટસ સાથે પાઇપિંગ, કોન્ટ્રાસ્ટ સ્ટિચિંગ અને જીટી એમ્બ્રોઇડરી આપી છે. લેઝર રેડ એમ્બિયન્ટ કેબિનને વધુ આકર્ષક બનાવે છે. ફ્રન્ટ સીટ્સ પાવર્ડ અને વેન્ટિલેટેડ છે, જ્યારે રિયરમાં વધારાના કમ્ફર્ટ માટે નવા અપહોલ્સ્ટ્રી ઓપ્શન મળે છે. બૂટ સ્પેસ 385 લીટર છે. કેબિન હવે વધારે રિફાઇન્ડ અને ક્વોલિટી અનુભવ આપે છે, જેમા સોફ્ટ ટચ મટિરિયલનો ઉપયોગ કરાયો છે. Volkswagen Taigunમાં પેનોરમિક સનરૂફ પણ આવે છે.
Volkswagen Taigun ફીચર અને સેફ્ટી
ફીચરની વાત કરીયે તો ફોક્સવેગન ટાઇગુન ઘણી એડવાન્સ છે. 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.1 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ મળે છે, જેમા AI આસિસ્ટન્ટ અને IDA વોઇસ કમાન્ડ સપોર્ટ છે. વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, વાયરલેસ ચાર્જર, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, ક્રૂઝ કન્ટ્રોલ અને સિક્સ સ્પીકર ઓડિયો સિસ્ટમ છે. ટોપ વેરિયન્ટમાં રિયર સીટ મસાજ ફન્ક્શન, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને એમ્બિયન્ટ લાઇટિંગ જેવા ફીચર્સ ઉમેરાયા છે. નવા 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સરળ ડ્રાઇવિંગ અનુભવ આપે છે.
સુરક્ષા મામલે ફોક્સવેગન ટાઇગુન હંમેશાથી મજબૂત કાર છે અને ફેસલિફ્ટમાં પણ 5 સ્ટાર GNCAP રેટિંગ જાળવી રાખ્યું છે. ટોપ વેરિયન્ટમાં 6 એરબેગ્સ, ABS સાથે EBD, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ESC), હિલ હોલ્ડ આસિસ્ટ, ટાયર પ્રેશર મોનેટરિંગ સિસ્ટમ (TPMS), આઇસોફિક્સ ચાઇલ્ડ સીડ માઉન્ટ્સ અને તમામ વ્હીલમાં ડિસ્ક બ્રેક આવે છે. એડવાન્સ ફીચર્સમાં મલ્ટી કોલિજન બ્રેકિંગ ટ્રેક્શન કન્ટ્રોલ અને સ્પીડ સેન્સિંગ ડોર લોક મળે છે.
Volkswagen Taigun એન્જિન સ્પીડ
નવી ફોક્સવેગન Taigun કારમાં બે ટર્બો પેટ્રોલ ડીઝન એન્જિન મળે છે. બેસ વેરિયન્ટમાં 1.0 લીટર 3 સિલિન્ડર TSI એન્જિ 115 PS પાવર અને 178 Nm ટોર્ક જનરેટ કરે છે, જે 6 સ્પીડ મેન્યુઅલ કે નવી 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. આ વિકલ્પ શહેરમાં ડ્રાઇવિંગ માટે ફ્યુઅલ એફિશિયન્ટ (ARAI ક્લેમ્ડ 18-19 kmpl સુધી) અને રિફાઇન્ડ છે.
આ પણ વાંચો | રોયલ એનફિલ્ડ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ભારતમાં લોન્ચ, 154 km રેન્જ, કિંમત ₹ 1.99 લાખ થી શરૂ
પાવરફુલ 1.5 લીટર 4 સિલિન્ડર TSI EVO એન્જિ (ACT ટેકનોલોજી સાથે) 150 PS પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે, જે 6 સ્પીડ મેન્યુઅલ કે 7 સ્પીડ DSG (DCT) ઓટોમેટિક સાથે આવે છે. તે હાઇવે પર ઓવરટેકિંગ અને સ્પોર્ટી ડ્રાઇવિંગ માટે ઉત્તમ છે. નવી 8 સ્પીડ ટોર્ક કન્વર્ટર (1.0L સાથે) શિફ્ટ્સને વધુ સરળ બનાવશે અને ઇંધણ ક્ષમતા વધારે છે
