પ્રેમી સાથે સૂતેલી જોઈ જતાં માતા ગભરાઈ ગઈ, 5 વર્ષના માસૂમને બીજા માળેથી નીચે ફેંક્યો; હવે કોર્ટે સંભળાવી સજા

પ્રેમી સાથે સૂતેલી જોઈ જતાં માતા ગભરાઈ ગઈ, 5 વર્ષના માસૂમને બીજા માળેથી નીચે ફેંક્યો; હવે કોર્ટે સંભળાવી સજા

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:


Mom Killed Personal Son: ગ્વાલિયરમાં એક હચમચાવી નાખે એવી ઘટના બની હતી, જેમાં એક કળયુગી માતાએ પોતાના જ માસૂમ બાળકની હત્યા કરી નાખી હતી. હવે આ કેસમાં ગ્વોલિયર જિલ્લા કોર્ટે કળયુગી માતાને આજીવન કેદની સજા સંભળાવી છે.

જનેતાએ જ જીવ લીધો
જનેતાએ જ જીવ લીધો

Mom Killed Personal Son: ગ્વાલિયરમાં એક હચમચાવી નાખે એવી ઘટના બની હતી, જેમાં એક કળયુગી માતાએ પોતાના જ માસૂમ બાળકની હત્યા કરી નાખી હતી. હવે આ કેસમાં ગ્વોલિયર જિલ્લા કોર્ટે કળયુગી માતાને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે પાંચ વર્ષીય બાળકની હત્યા કરનાર માતાને દોષિત માનીને આજીવન કેદની સજા સંભળાવી છે. જોકે, તેને પ્રેમીને પૂરવાના અભાવે નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યો છે.

28 એપ્રિલ, 2023ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના થાટીપુર વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં જ્યોતિ રાઠોડ નામની મહિલા પોતાના 5 વર્ષના નાના દીકરા જતિન સાથે રહેતી હતી. તેનો પતિ ધ્યાનસિંહ પોલીસ કોન્સ્ટેબલ હતો. જ્યોતિને તેના પડોશી ઉદય ઇન્દૌલિયા સાથે કથિત પ્રેમ સંબંધ હતો. એક દિવસ બંને ઘરના બીજા માળે સાથે સૂતા હતા, ત્યારે જ્યોતિનો માસૂમ દીકરો જતિન ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે તેની માતાને પ્રેમીની સાથે સૂતેલી જોઈ લીધી હતી.

જ્યોતિ ખૂબ જ ગભરાઈ ગઈ

આ વાત બહાર આવી જશે એવા ડરથી જ્યોતિ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેથી તેણે જતિનને બીજા માળથી નીચે ફેંકી દીધો હતો. જેથી બાળકને ગંભીર ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં એક દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. જ્યોતિએ પતિને કહ્યું હતું કે, જતિનનો પગ લપસી જતાં તે છત પરથી નીચે પડી ગયો છે. પોલીસને પણ આ એક સામાન્ય અકસ્માત જેવું લાગ્યું.

પતિને સમગ્ર હકીકત જણાવી દીધી

ઘટના બન્યાના 15 દિવસ પછી જ્યોતિને ખૂબ પસ્તાવો થયો અને આખરે તેણે તેના પતિને સમગ્ર હકીકત જણાવી દીધી. પતિ ધ્યાનસિંહ, જે પોલીસમાં હતા, એમણે ચાલાકીથી આ કબૂલાતનું ઓડિયો-વીડિયો રેકોર્ડ કરી લીધું હતું. પછી તેમણે પુરાવા સાથે પોલીસમાં ફરિયાદ કરી હતી.

કોર્ટમાં શું થયું?

પોલીસે તપાસ કરી, CCTV ફૂટેજ અને અન્ય પુરાવા એકઠા કર્યા. કેસ કોર્ટમાં ગયો. તાજેતરમાં (જાન્યુઆરી 2026માં) ગ્વાલિયરની અપર સેશન્સ કોર્ટે જ્યોતિને હત્યાના આરોપમાં આજીવન કેદની સજા સંભળાવી છે. જ્યારે તેના પ્રેમી ઉદયને પુરાવા ન મળવાને કારણે નિર્દોષ જાહેર કરી મુક્ત કરી દીધો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *