‘પ્રેમની આગ’માં બળ્યો યુવક: બ્લેકમેલથી પરેશાન યુવતીએ પરિવાર સાથે મળીને આપી ભયાનક સજા

‘પ્રેમની આગ’માં બળ્યો યુવક: બ્લેકમેલથી પરેશાન યુવતીએ પરિવાર સાથે મળીને આપી ભયાનક સજા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં પ્રેમ, વિશ્વાસ અને બ્લેકમેલિંગનો ભયાનક અંત આવ્યો છે. અહીં પ્રેમિકાએ તેના પરિવાર સાથે મળીને પ્રેમીને મોતને ઘાટ ઉતારી રહી છે. હાલ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે.

'પ્રેમની આગ'માં બળ્યો યુવક
‘પ્રેમની આગ’માં બળ્યો યુવક

Crime Information: ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં પ્રેમ, વિશ્વાસ અને બ્લેકમેલિંગનો ભયાનક અંત આવ્યો છે. રસડા પોલીસ સ્ટેશન વિસ્તારના લોહટા ગામમાં 10 ફેબ્રુઆરીએ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનાથી આખા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. યુવકનો ચહેરો એસિડથી એટલો બધો બળી ગયો હતો કે તેની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. પરંતુ પોલીસની તપાસમાં જે સત્ય સામે આવ્યું, તે સાંભળીને તમારા હાથના રુંવાળા પણ ઉભા થઈ જશે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, મૃતક આઝમગઢનો રહેવાસી પંકજ ગુપ્તા હતો, જેનો બાજુના ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીના લગ્ન થઈ ગયા બાદ તે આ સંબંધને પૂરો કરવા માંગતી હતી, પરંતુ પંકજ કથિત રીતે અશ્લીલ વીડિયો દ્વારા તેને બ્લેકમેલ કરી રહ્યો હતો. માનસિક દબાણ અને બદનામીના ડરથી પરેશાન યુવતીએ પોતાના ભાઈ અને ભાભીને સમગ્ર હકીકત જણાવી.

5 ફેબ્રુઆરીએ રચાયું હત્યાનું ષડયંત્ર

જે બાદ 5 ફેબ્રુઆરીએ એક લગ્નમાં હત્યાનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું અને ત્યારબાદ પરિવારે મળીને પ્લાનિંગ બનાવી. 7 ફેબ્રુઆરીએ બહાનું બનાવીને યુવતીએ પંકજને મળવા બોલાવ્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્યારબાદ એસિડથી તેનો ચહેરો બાળી નાખ્યો. પોલીસે આ કેસમાં પ્રેમિકા સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે બે અન્યની શોધખોળ ચાલું છે.

પોલીસ અધિકારીએ શું કહ્યું?

બલિયાના એસપી ઓમવીર સિંહે જણાવ્યું કે, ‘પંકજ ગુપ્તા યુવતીને પરેશાન કરી રહ્યો હતો. પરિવારજનોએ મળીને તેને બોલાવ્યો અને હત્યા કરી દીધી. અમે 5 આરોપીઓમાંથી 3 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે.’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *